<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

'NDA સરકારથી સમર્થન પાછું ખેંચશેઃ નીતિશ-નાયડુ'

એનસીપી જૂથના દિગ્ગજ નેતાએ કર્યો મોટો દાવો

 

નવી દિલ્‍હીઃ  મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે એનસીપી(શરદ પવાર જૂથ)ના નેતાએ એવું નિવેદન આપ્યું છે, જેણે રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. શરદ પવાર જૂથની એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડે દાવો કર્યો છે કે, 'જો મહારાષ્ટ્રમાં એમવીએની સરકાર બનશે તો જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના એન. ચંદ્રાબાબુ નાયડુ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લેશે.'

 

એનસીપી(શરદ પવાર જૂથ)એ ફરી એકવાર મુંબ્રા-કલવા વિધાનસભા વિસ્તારના વર્તમાન ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમણે મહારાષ્ટ્રની આર્થિક અસ્થિરતા પર મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધ્યું અને ભાજપ-આરએસએસ પર દેશમાં શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.

(11:44 AM IST)