<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

શું શિખર ધવનને નવી જીવનસાથી મળી ? વાયરલ વીડિયોએ ખળભળાટ મચાવ્યો

પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન એક નવી મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો: એવી અટકળો છે કે ધવન અને મિસ્ટીગર્લ લગ્ન કરી શકે

મુંબઈ : વર્ષ 2024માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર શિખર ધવન અવારનવાર સોશિયલ મીડિયા પર ફેન્સ માટે વીડિયો બનાવતો રહે છે. આ દિવસોમાં શિખર ધવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક નવી સુંદર કન્યા સાથે જોવા મળી રહ્યો છે. શિખર નવી મિસ્ટ્રી ગર્લ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. હવે ચાહકો ધવન અને નવી મિસ્ટ્રી ગર્લને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ કરી રહ્યા છે.

આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર એવું માનવામાં આવે છે કે ગબ્બર આ સુંદરતાના પ્રેમમાં પડી ગયો છે. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવા જઈ રહ્યા છે. વીડિયોમાં ધવન બ્લુ ટી-શર્ટ અને બ્લેક કાર્ગોમાં જોઈ શકાય છે. આ દરમિયાન ધવન સાથે મિસ્ટ્રી ગર્લ પણ જોવા મળે છે. જોકે, આ દરમિયાન ધવન સાથે જોવા મળેલી યુવતી કેમેરાથી બચતી જોવા મળે છે. 

  શિખર ધવન અને તેની પત્ની આયેશા મુખર્જીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં છૂટાછેડા લીધા હતા. જો કે, હવે ધવન નવી મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે તે ઘણા સંકેત આપી રહ્યો છે. જો કે ધવને હજુ સુધી આ સંબંધ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

  ધવને આ વર્ષે જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે આઈપીએલ સહિતની ડોમેસ્ટિક ટુર્નામેન્ટથી પણ દૂરી બનાવી લીધી છે. ધવન ભારતીય ટીમથી દૂર જઈ રહ્યો હતો. ટીમમાં યુવા ખેલાડીઓની એન્ટ્રીના કારણે ધવનને ટીમ ઈન્ડિયામાં તક મળી રહી ન હતી, જેના કારણે તેણે નિવૃત્તિની જાહેરાત કરવી પડી હતી. પોતાની કારકિર્દીમાં ધવને ભારત માટે 35 ટેસ્ટ મેચોમાં 40.61ની શાનદાર એવરેજ અને 7 સદી સાથે 2315 રન બનાવ્યા છે. તેણે 167 ODI મેચોમાં 44.11ની એવરેજથી 6793 રન બનાવ્યા છે. 68 T-20 મેચોમાં આ ખેલાડીએ 27.92ની એવરેજથી 1759 રન બનાવ્યા છે.

(7:51 PM IST)