<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહા રણજી ટ્રોફી બાદ ક્રિકેટને કહેશે અલવિદા

 નવી દિલ્હી: ભારતના વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ જાહેરાત કરી છે કે તે આ વર્ષે 2024-25ની રણજી ટ્રોફી સિઝન પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, તેની 17 વર્ષની લાંબી કારકિર્દીનો અંત લાવશે.સાહા હાલમાં બેંગલુરુમાં કર્ણાટક સામે બંગાળની ચોથા રાઉન્ડની મેચની તૈયારીમાં વ્યસ્ત છે. તેણે સોશિયલ મીડિયા પર આ નિર્ણયની જાણકારી આપી હતી.તેણે X પર લખ્યું, "ક્રિકેટમાં યાદગાર પ્રવાસ પછી, આ મારી છેલ્લી સિઝન હશે. બંગાળ માટે રણજી ટ્રોફી રમીને નિવૃત્તિ લેવી મારા માટે સન્માનની વાત છે. ચાલો આ સિઝનને ખાસ બનાવીએ."39 વર્ષીય સાહાએ 2022-23માં બંગાળની ટીમ સાથેના વિવાદને કારણે ટીમથી દૂર થઈ ગયો હતો. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના સેક્રેટરી દેબબ્રત દાસે તેના પર રમવાથી બચવા માટે બહાનું બનાવવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ આ સિઝનમાં સાહા ટીમમાં પાછો ફર્યો હતો અને રણજી ટ્રોફીની પ્રથમ બે મેચ રમ્યો હતો.સાહાએ ભારત માટે 40 ટેસ્ટ રમી છે, જેમાં ત્રણ સદી અને છ અડધી સદી સહિત 1353 રન બનાવ્યા છે. તે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલો રહ્યો, પરંતુ ઋષભ પંતના આગમનથી તેના માટે ટીમમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની ગઈ, જો કે તેને ઘણી વખત બીજા વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવતો રહ્યો.સાહા છેલ્લે ડિસેમ્બર 2021માં ભારત માટે રમ્યો હતો અને 2023માં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થયો હતો.

(7:07 PM IST)