<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

હાથ આડો કરીને રાધિકા મર્ચન્ટને સ્ટેજ પર ચડતાં રોકી દે છે ઈશા અંબાણી : શું હતું કારણ ?:જુઓ રસપ્રદ વિડિઓ

રાધિકા મર્ચન્ટ સ્ટેજ પર ચઢીને ઈશા પાસે પહોંચવા જાય છે, પરંતુ ઈશા હાથ આડો કરીને તેને આવું કરતા રોકી દે છે.

મુંબઈ :2024નું વર્ષ પૂરું થવામાં હવે થોડાક જ દિવસો બાકી છે. પરંતુ જો આ વર્ષની સૌથી વધુ ચર્ચાયેલી ઘટનાઓ એ ઈવેન્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવે તો એમાં ચોક્કસ જ અંબાણી પરિવારના લાડકવાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો ઉલ્લેખ થાય થાય ને થાય જ. આ લગ્ન ભલે જુલાઈમાં સંપન્ન થયા હોય પરંતુ હજી પણ એની ચર્ચા ચાલી જ રહી છે.

અંબાણી પરિવાર અને સભ્યો કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હવે સોશિયલ મીડિયા પર ઈશા અંબાણી  અને રાધિકા મર્ચન્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને નેટિઝન્સ જાત-જાતની ચર્ચા કરી રહ્યા છે. ચાલો જોઈએ આખરે એવું તે શું છે આ વીડિયોમાં-

  સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઈશા અંબાણી અને રાધિકા મર્ચન્ટ જોવા મળી રહ્યા છે. આ વીડિયો કોઈ ઈવેન્ટનો છે અને રાધિકા મર્ચન્ટ સ્ટેજ પર ચઢીને ઈશા પાસે પહોંચવા જાય છે, પરંતુ ઈશા હાથ આડો કરીને તેને આવું કરતા રોકી દે છે. જોકે, જો તમે વિચારી રહ્યા હોવ કે આવું ઈશાએ સિરીયસ મૂડમાં કર્યું છે તો એવું નથી. આ વીડિયો રાધિકા અને અનંતની સગાઈનો છે.

અનંત અને રાધિકાની રિંગ સેરેમની દરમિયાનનો આ વીડિયો છે. ઈશા અંબાણી સ્ટેજ પર જોવા મળે છે અને રાધિકા સ્ટેજ પર જવા માટે આગળ વધે છે ત્યારે ઈશા તેને રોકી દે છે અને કહે છે કે પહેલાં આપણે આપણા સ્પેશિયલ ગેસ્ટને રિંગ લઈને બોલાવી લઈએ અને અહીં અંબાણી પરિવારના પાળેલા શ્વાન હેપ્પીની એન્ટ્રી થાય છે. હેપ્પીને રિંગ લઈને આવતો રાધિકા પણ હસી પડે છે.

જોકે, લોકોને ઈશાનો આ અંદાજ પસંદ આવ્યો હોય એવું લાગતું નથી, કારણ કે તેઓ ઈશાને લઈને જાત જાતની વાતો કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં એક વાત તો માનવી પડે કે અંબાણી પરિવારમાં ભરપૂર પ્રેમ અને લાગણી જોવા મળે છે. મુસીબત કે કોઈ પણ સંજોગોમાં અંબાણી પરિવારનો દરેક સભ્ય એકબીજાનો સહારો બનીને ઊભા રહે છે.

(8:04 PM IST)