<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

અનિલ અંબાણીની રિલાયન્સ પાવર દ્વારા આઘાતજનક છેતરપિંડી ? ન્યુઝ ફર્સ્ટ

આઘાતજનક છેતરપિંડી !!  અહેવાલો આવી રહ્યા છે કે અનિલ અંબાણીની રિલાયન્સ પાવરે સરકારી એજન્સી (સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા  બહાર પડાયેલા ટેન્ડર માટે નકલી એસબીઆઈ ઈમેલ આઈડી દ્વારા બબ્બે વખત અમાન્ય બેંક દસ્તાવેજો સબમિટ કર્યા હતા: ન્યુઝ ફર્સ્ટ

 • હવે સમગ્ર બિડિંગ પ્રક્રિયા થંભી ગઈ છે. સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બિડિંગ થઈ ગયા પછી આ અનિયમિતતા શોધી કાઢી હતી, જેને લીધે આ ટેન્ડર રદ કરવાની ફરજ પડી હતી.  સરકાર નકલી દસ્તાવેજ મામલે તપાસ કરે તેવી શક્યતા છે. 

(1:33 PM IST)