News of Monday, 4th November 2024
મતદાન પૂર્વેના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ તમામ સ્વિંગ રાજ્યોમાં કમલા હેરીસથી આગળ નીકળી ગયા

ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સડસડાટ આગળ દોડે છે:
નવેમ્બર ૫ ની અમેરિકી પ્રેસિડેન્ટ ની ચૂંટણી પહેલા બહાર પાડવામાં આવેલ છેલ્લામાં છેલ્લો સર્વે દર્શાવે છે કે ટ્રમ્પ દરેક સ્વિંગ રાજ્યમાં ડેમોક્રેટિક હરીફ કમલા હેરિસથી આગળ નીકળી ગયા છે.
AtlasIntel દ્વારા હાથ ધરાયેલા યુએસ મતદારોના સર્વેક્ષણ મુજબ, સમગ્ર યુએસએમાં ટ્રમ્પ (૪૯%) મત મેળવી હેરિસ (૪૭.૨%)થી આગળ નીકળી ગયા છે.
આવતીકાલે અમેરિકા તેની સૌથી વધુ ધ્રુવીકૃત અને ચુસ્તપણે લડાયેલી પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન કરવા આગળ ધપી રહેલ છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
