<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

આજે જમીન અને માનવ સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે.

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નૂતન વર્ષના મંગલ પ્રારંભે ભાવનગર જિલ્લાના શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી ખાતે ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન રેન્દ્રભાઈ મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી. આ સરકાર દરેક જીવ માત્રને રક્ષણ આપવા સંકલ્પબદ્ધ છે ત્યારે પશુ દવાખાનામાં પશુઓ માટેની દરેક સારવાર, નિદાન અને રસી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
   મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરતા જણાવ્યું કે, આજે જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરી રહ્યા છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે. 
   
મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતા પર ભાર મુકતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવી આપણા ઘર, આંગણા અને વિસ્તારને સ્વચ્છ, સુંદર રાખીએ. તેમણે કહ્યું કે, વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ.
    આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને વૈશ્વિક લોકપ્રિય નેતાનરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો કરી રહી છે. કોબડી ગૌશાળામાં બિમાર અને ઘરડી ગાયોનું અહીં નિદાન કરવામાં આવે છે ત્યારે સમગ્ર આયોજન અને ટીમને બિરદાવ્યા હતા.
આ તકે મુખ્યમંત્રીએ કામધેનુ ગૌમાતાની પૂજા અર્ચના કરીને વયોવૃદ્ધ બળદો, અપંગ ગૌમાતા, અંધ ગૌ માતા, બિમાર ગૌ માતા, મા વિનાના વાછરડા તથા ઓપરેશન થિયેટર અને એમ્બ્યુલન્સના સ્ટોલની મુલાકાત લીધી હતી.
   ગૌ ગોષ્ઠી સમારોહનું પ. પૂ. મહંત જયદેવશરણજી મહારાજ તેમજ ઉદ્યોગપતિઓ સમાજના શ્રેષ્ઠિઓ ગૌ સેવકો સહિત રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવેણાની પાવનધરા પર સૌ પ્રથમ વખત ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વાગત પ્રવચન ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી એ કર્યું હતું.
  આ પ્રસંગે ધારાસભ્ય સર્વ  શ્રીમતી સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા,શિવાભાઈ ગોહિલ,  ગૌતમભાઈ ચૌહાણ અને કલેકટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન  રાજુભાઈ રાબડીયા, ડે. મેયર  મોનાબેન પારેખ, આગેવાન  અભયસિંહ ચૌહાણ,  આર. સી. મકવાણા,  ગોરધનભાઈ ઝડફીયા,  દિવ્યેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉદ્યોગપતિઓ સહિત ગૌપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા.

(6:28 PM IST)