<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

પોરબંદર, જુનાગઢ, સુરેન્‍દ્રનગર અને મહારાષ્‍ટ્રની પ ચોરીનો ભેદ ઉકેલાયો

બેગ લીફટીંગ, કારના કાચ તોડીને અને બાઇકની ડીકકી ખોલીને ચોરી કરતી આંતર રાજય ટોળકીના ર સભ્‍યોને પકડી લેતી એલસીબી : બન્ને સભ્‍યો શંકાના આધારે કુતિયાણા પાસેથી ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૧ : બેગ લીફટીંગ કારના કાચ તોડીને તથા બાઇકની ડીક્કી ખોલીને ચોરી કરતી આંતરરાજય ટોળકીના ર સભ્‍યોને એલસીબીએ કુતિયાણા નજીક શંકાના આધારે પકડી લેવા પોરબંદર જુનાગઢ સુરેન્‍દ્રનગર મહારાષ્‍ટ્રના થાણે અમરાવતી જીલ્લાની કુલ પ ચોરીનો ભેદ ઉકેલાય ગયો છે.

આંતરરાજય ટોળકીના ર સભ્‍યો સુરેશ બાબુ ઉર્ફે શ્રી નિવાસન રે. કર્ણાટક તથા સંજુ ઉર્ફે વૈંકટેક્ષ રે. હાલ મુંબઇ અને મૂળ કર્ણાટકના હોવાનું પુછપરછમાં ખુલ્‍યું છે. બન્‍ેને આરોપીઓએ કુલ પ ચોરીની કબુલાત પોલીસ સમક્ષ આપી છે.

ગઇ તા.૫ ફેબ્રુઆરી રોજ કમલાબાગ પો.સ્‍ટે. વિસ્‍તારના નવા ફુવાર સર્કલ પાસેથી ફરીયાદીના મોપેડ મોટર સાયકલનો હેન્‍ડલમાં ટીંગાડેલ બેગ ચોરી થયેલાનો બનાવ બનતા કમલાબાગ પો.સ્‍ટે. B.N.S. ક. ૩૦૯ મુજબનો ગુનો રજી. થયેલ હોય.ં ગુનાના આરોપીઓને શોધી કાઢવા જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા માર્ગદર્શન  આધારે પોરબંદર જીલ્લાની અલગ-અલગ ટીમો જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી, પેરોલફર્લો, કમલાબાગ પો.સ્‍ટે. ની ચાર ટીમો બનાવવામાં આવેલ હતી. દરમ્‍યાન આ ગુનાના સમયના બનાવવાળી જગ્‍યા આસપાસમાં તથા નેત્રમ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર અંતર્ગત લગાડવામાં આવેલ  સીસીટીવી કેમેરા મારફતે આરોપીઓ તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટર સાયકલની ઓળખ કરી આરોપીઓ શોધી કાઢવા પ્રયત્‍નશીલ હતા દરમ્‍યાન એલ.સી.બી. ઇન્‍ચાર્જ  પો.ઇન્‍સ. શ્રી આર.કે કાંબરીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના માણસો કુતીયાણા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન એલ.સી.બી. સ્‍ટાફના કોન્‍સ્‍ટેબલ  નટવરભાઇ ઓડેદરા તથા વિરેન્‍દ્રસિંહ પરમાર તથા કળતીયાણા પોસ્‍ટના કોન્‍સ્‍ટેબલ  અક્ષયભાઈ ઝાલા નાઓને ખાનગીરાહે બાતમી મુજબ ગુનામાં ચોરી કરનાર ઇસમો કાળા કલરના -લાઇન મો.સા. નં. MH-04-EA-8501 માં બેસીને કુતીયાણા ચૌટાવાંકથી જુનાગઢ તરફ નીકળવાના છે. તેવી હકીકત મળતા  કુતીયાણા-જુનાગઢ રોડ માંડવા ગામના પાર્ટીયા નજીક જઈ ઉપરોકત મો.સા. ની વોચ તપાસમાં હોય દરમ્‍યાન કાળા કલરના સાઇન મો.સા. નં. MH-04-EA-8501 તથા કાળા કલરના યુનીકોર્ન મો.સા. નં. MH-27.CI-1176 માં એક-એક ઇસમ બેસીને આવતા હતા.

આ વર્ણનવાળા બંન્નેને પકડી પાડી તપાસ કરતા (૧) સુરેશ સ/ઓ બાબુ ઉર્દુ શ્રીનિવાસ કુડુંબાશંકર નાયડુ તથા ભોવી ઉ.વ.૩૧  અમરનાથ જી.થાણે મહારાષ્‍ટ્ર મુળ રહે. ભદ્રાવતી ઓસમાનનગર તા.ભાવતી જી. શિવમોગ્‍ગા કર્ણાટક (૨) સંજુ સ/ઓ વૈકટેશ બાબુ નાયડુ તથા ભોવી ઉ.વ.૧૯ રહે. તા. અમરનાથ જી.ઠાણે વેસ્‍ટ મુંબઇ મુળ રહે. ભાવતી ઓસમાનનગર કર્ણાટક વાળાઓ હોવાનું જણાયેલ.

 બન્ને ઇસમોને ચેક કરતા મજકુર સુરેશ પાસે થી ઉપરોકત ગુનાના કામે ચોરી થયેલ રોકડા રૂા. ૧૫૦૦/- તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ કાળા કલરનું સાઇન મો.સા. નં. MH-04-BA-8501 કી.રૂા. ૨૦,૦૦૦/- ગણી તથા કાળા કલરનો MAXX કંપનીનો કીપેડવાળો મોબાઇલ ફોન કી.રૂ. ૫૦૦/- તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ (૧) ટાયરના પંચર કરવાનો સુધો નંગ-૧ કી.રૂા. ૦૦/૦૦ તથા ડેકીના લોક ખોલવાનું T-આકારનું પાનું નંગ-૧ કી.રૂા.૦૦/૦૦ તથા ફોરવ્‍હીલના કાચ તોડવાનું પાનુ નંગ-૧ કી.રૂા. ૦૦/૦૦ તથા લાલ કલરનો પાઉડર ભરેલ પોલીથીનની કોથળી નંગ-૧ ની કી.રૂા. ૦૦/૦૦ ગણી તપાસ અર્થે કબ્‍જે કરવામાં આવેલ છે.

આ બન્ને આરોપીઓએ કબુલાત આપેલ કે  બંન્ને આરોપી તથા તેની સાથે શંકર લક્ષમણા શેટ્ટી તથા આચાર્ય તથા ભોવી તથા નાયડુ અને સીનરાસ મુથપ્‍પા એમ ચારેય જણાએ  બંન્ને મોટર સાયકલોમાં બેન્‍કમાંથી નીકળતા એક માણસનો પીછો કરી પાછળ-પાછળ જઇ તે માણસો તેની પાસેનું મોપેડ મોટર સાયકલ જુનાગઢ ગાંધીજીના પુતળા પાસે આવેલ ઇંડાની દુકાન પાસે પાર્ક કરી જતો રહેતા  મોપેડ મોટર સાયકલની સીટ ઉચકાવી પોતે ડેકીમાં રોકડા રૂા. ૨૬,૫૦૦/- ની ચોરી કરેલ હોય.

 ચોરીમાં ઉપરોકત બન્ને આરોપીના ભાગે રૂા. ૧૫,૫૦૦/- આવેલ હોય જે રૂપીયા મજકુર સંજુ સ/ઓ વૈકટેશ બાબુ નાયડુ તથા ભોવી પાસે થી મળી આવેલ હોય તથા ઉપરોકત ગુનો કરવામાં ઉપયોગ કરેલ કાળા કલરના યુનીકોર્ન મો.સા. નં. MH-૨૭.CJ-૧૧૭૬ કી.રૂા. ૩૦,૦૦૦/- ગણી તથા મજકુર સંજુ પાસે થી ચોરી કરવામાં ઉપયોગ કરેલ ટાયરનો વાલગોલો ખોલવાનું પાનુ નંગ-૧ કી.રૂા. ૦૦/૦૦ તથા ડેકીના લોક ખોલવાનું T-આકારનું પાનું નંગ-૧ કી.રૂા. ૦૦/૦૦ તથા ખંજવાળનો પાઉડર રાખેલ કાગળ નંગ-૧ ની કી.રૂા. ૦૦/૦૦ ગણી તપાસ અર્થે કબ્‍જે કરવામાં આવેલ. જે બાબતે જુનાગઢ બી-ડીવી. પો.સ્‍ટે. ગુ.ર.ને ૧૧૨૦૩૦૨૪૨૫૦૧૦/૨૦૨૫ બી.એન.એસ. ક. ૩૦૭, ૫૪ મુજબનો ગુનો રજી. થયેલ છે.

વીસેક દિવસ પહેલા  બંન્ને આરોપીઓ તથા તેમની સાથેના શંકર ઉર્ફે શેટ્ટી લક્ષમણા આચાર્ય તથા ભોવી તથા નાયડુ અને સીનરાસ મુથપ્‍પા આચાર્ય તથા નાથડુ એમ ચારેય જણા તેમની પાસેના મો.સા. નં. પ્‍H-27.CJ-1176 તથા MH-04 EA-8501 માં સુરેન્‍દ્રનગર શહેર વિસ્‍તારમાં રીવરફ્રન્‍ટ પાસે આવેલ એક હોટલ પાસે પડેલ કાળા કલરની ક્રેટા કારનો કલીનર સાઇડનો કાચ ચોડી ડેશબોર્ડના ખાનામાંથી થેલીની ચોરી કરેલ હતી. જેમાં રોકડા રૂા. ૩,૦૬,૦૦૦/- તથા બેંકની પાસબુક મળી આવેલ હતી જે બાબતે સુરેન્‍દ્રનગર સીટી બી-ડીવીઝન પો.સ્‍ટે,  બી.એન.એસ. ક. ૩૦૩(૨), ૩૨૪(૪) મુજબનો ગુનો રજી. થયેલ છે.

અઢી મહીના પહેલા ઉપરોકત બંન્ને આરોપીઓ અને શંકર લક્ષમણા શેટ્ટી તથા આચાર્ય તથા ભોવી તથા નાયડુ અને સંજુ સ/ઓ વૈકટેશ બાબુભાઈ નાયડુ તથા ભોવી અને સીનરાસ મુથપ્‍પા એમ ચારેય જણાએ મહારાષ્‍ટ્રના અમરાવતી શહેરમાં આવેલ નવસારી ચોકમાં સિતારા કોમ્‍પલેક્ષ પાસે આવેલ ચા ની કેન્‍ટીન પાસે પાર્ક કરેલ હોન્‍ડા કંપનીનું કાળા કલરનું યુનીકોર્ન મો.સા. નં MH-27.CJ-1176 નું ડાયરેકટ કરી ચોરી કરેલ હતુ જે મો.સા. પોરબંદર તથા જુનાગઢ તથા સુરેન્‍દ્રનગર ખાતે ચોરી કરવામાં ઉપયોગ કરેલ છે. જે મો.સા. ચોરી બાબતે મહારાષ્‍ટ્ર અમરાવતી સીટી ગાડગેનગર મોએ ગ્ર.ર નં. ૧૯૮૧૨૦૨ ૧૦૦૩/૨૦૨૪ બી.એન.એસ. ક. ૩૦૫(બી) મુજબનો ગુનો રજી. થયેલ છે.

આશરે ચારેક મહીના પહેલા બન્ને ે આરોપીઓ અને શંકર લક્ષમણા શેટ્ટી તથા આચાર્ય તથા ભોવી તથા નાયડુ અને સંજુ સ/ઓ વૈકટેશ બાબુભાઇ નાયડુ તથા ભોવી અને સીનરાસ મુથપ્‍પા એમ ચારેય જણાએ મહારાષ્‍ટ્રના થાણે સીટીના ભીવંડી અંજુરફાટામાં આવેલ મેધદ્વાર માર્કેટ પાસે બીલ્‍ડીંગ નીચે પાર્ક કરેલ કાળા કલરનું હોન્‍ડા કંપનીનું સાઇન મો.સા નં MH-04-EA-8501 નું ડાયરેકટ કરી ચોરી કરેલ હતું જે મો.સા. પોરબંદર તથા જુનાગઢ તથા સુરેન્‍દ્રનગર ખાતે ચોરી કરવામાં ઉપયોગ કરેલ છે. જે મો.સા. ચોરી બાબતે મહારાષ્‍ટ્ર થાણે સીટી નારપોલી પો.સ્‍ટે. બી.એન.એમ.નો ગુનો રજી. થયેલ છે.

પોરબંદર કીર્તિમંદીર પો.સ્‍ટે. ગુ.ર.નં ફર્સ્‍ટ ૧૪/૨૦૧૬ IP.C. ક૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો તા.૧૮/૦૬/૨૦૧૬ ના રોજ રજી. થયેલ હોય અને સદરહું ગુનામાં  સંજુ સઓ વૈકટેશ બાબુભાઈ નાયડુ તથા ભોવી લાલશાહીથી નાસતો ફરતો અટક કરવાનો બાકી હોવાનું જણાઇ આવેલ છે.  મધ્‍યપ્રદેશ રાજ્‍યના બડવાની જીલ્લાના સેંધવા સીટી પોસ્‍ટ, ગુ.ર.નં C À. ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો તા.૦૩/૦૩/૨૦૨૩ ના રોજ રજી થયેલ હોય અને સદરહું ગુનામાં મજકુર સંજુ સ/ઓ વૈકટેશ બાબુ નાયડુ તથા ભોવી અને સુરેશ સ/ઓ બાબુ ઉર્ફે શ્રીનિવાસ કુડુંબાશંકર નાયડુ તથા ભોવી એમ બન્ને જણા નાસતા ફરતા અટક કરવાના બાકી હોવાનું જણાઇ આવેલ

 તમીલનાડુ રાજયના તીરુવન્નમલાઇ જીલ્લાના ચેગમ પો.સ્‍ટે ગુરનં ૪૫૫/૨૦૨૪ B.N.S.  ક. ૩૦૩(૨) મુજબનો ગુનો તા ૧૨/૦૯/૨૦૨૪ ના રોજ રજી. થયેલ હોય અને સદરહું ગુનામાં મજકુર સુરેશ સ/ઓ બાબુ ઉર્ફે શ્રીનિવાસ કુડબાશંકર નાયડુ તથા ભોવી નાસતો ફરતો અટક કરવાના બાકી હોવાનું જણાઇ આવેલ છે

આ કામના આરોપીઓ પોતે ચોરી કરેલ વાહનોમાં આવી રેકી કરી બેંકમાંથી બહાર નીકળેલ નાગરીકોનો પીછો કરી ખંજવાળનો પાઉડર છાંટી ધ્‍યાન ભટકાવી નજર ચુકવી બેગ ચોરી કરવાનો તથા પાર્ક કરેલ ફોરવ્‍હીલના કાચ તોડી કારમાં રહેલ કીમતી સામાન ચોરી કરવાનો તથા પાર્ક કરેલ મોટર સાયકલની ડીક્કી પોતાની પાસે રહેલ સાધનો વડે તોડી ડીક્કીમાં રહેલ કીંમતી માલ સામાન તથા રોકડા રૂપીયા ચોરી કરી લેતા હતા.

આ કામગીરીમાં કુતીયાણા પો.સ્‍ટે. માં વી.પી.પરમાર તથા નેત્રમ કમાન્‍ડ કંટ્રોલ સેન્‍ટરના શ્રી પી.આર. પટેલ તથા ભ્‍લ્‍ત્‍ શ્રી આર.ડી. ચૌહાણ તથા ન્‍ઘ્‍ગ્‍ ત્‍/ઘ્‍ ભ્‍ત્‍ શ્રી આર.કે.કાંબરીયા, ખ્‍લ્‍ત્‍ બટુકભાઇ વિઝુડા, રાજેન્‍દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઇ માવદીયા, મહેશભાઇ શિયાળ તથા ષ્‍ખ્‍લ્‍ત્‍ લાખીબેન મોકરીયા, રૂપલબેન લખધીર તથા ણ્‍ઘ્‍ ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ઉપેન્‍દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, વિપુલભાઇ ઝાલા, જીતુભાઇ દાસા તથા ષ્‍ણ્‍ઘ્‍ નાથીબેન કુછડીયા તથા ભ્‍ઘ્‍ નટવરભાઇ ઓડેદરા, વિરેન્‍દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. ભ્‍ઘ્‍ ગોવિંદભાઈ માળીયા, રોહીતભાઇ વસાવા તથા કુતીયાણા પો.સ્‍ટાફ તથા નેત્રમ પો.સ્‍ટાફ વિગેરે રોકાયેલ હતા.

(2:24 PM IST)