<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

જામનગર જીલ્લામાં ભાજપ સામે ઉમેદવારી કરનારા ૭ હોદે્‌દારો સસ્‍પેન્‍ડ

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા આકરા પાણીએઃ પાલિકાની ચૂંટણીઓમાં ભાજપની સામે ઉમેદવારી કરનાર તમામને છ વર્ષ માટે પાર્ટીના પ્રાથમિક સભ્‍યપદેથી સસ્‍પેન્‍ડ કરાયા

 

(સંજય ડાંગર) મુકુંદ બદિયાણી દ્વારા . ધ્રોલ તા. ૧૧ :.. જામનગર જિલ્લા ભાજપ યાદી મુજબ સ્‍થાનીક સ્‍વરાજયની ચૂંટણીઓમાં જામનગર જિલ્લામાં જામજોધપુર, કાલાવડ અને ધ્રોલ નગરપાલિકાઓની સામાન્‍ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના આદેશની વિરૂધ્‍ધ જઈ, પક્ષના અધિકળત ઉમેદવાર સામે જે કાર્યકરોએ ઉમેદવારી નોંધાવેલ છે તેઓની સામે પ્રદેશ સંગઠનની સુચના અનુસાર આકરા પગલા લઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરાએ આવા તમામ કાર્યકરોને આગામી છ વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્‍ય સહિત તમામ હોદાઓ પરથી સસ્‍પેન્‍ડ કરેલ છે.

સસ્‍પેન્‍ડ કરાયેલ સભ્‍યોમાં (૧) કાલાવડ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હરિશચંદ્રસિંહ જાડેજા (ર) એ.પી.એમ.સી.  જામજોધપુરના રાજુભાઈ કાલરીયા (૩) જામજોધપુર મહિલા મોરચાના પ્રમુખ ચંદ્રિકાબેન ખાંટ (૪) વિરાભાઈ કટારા (૫) જિલ્લા આર્થિક સેલના સહકન્‍વીનર હિતેષ ભોજાણી (૬) ધ્રોલના કાર્યકર્તા ચન્‍દ્રકાંતભાઈ વલેરા (૭) અનુ.જાતી મોરચાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિંઝુડા સામેલ છે તેમ જિલ્લા ભાજપ દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

(2:31 PM IST)