<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

૧૯મીએ મનપાનું જનરલ બોર્ડઃ બજેટને હરી ઝંડી

મિલ્‍કત વેરામાં વળતર યોજના, શિક્ષણ સમીતીનું બજેટ સહીતની ૧૩ દરખાસ્‍તો

રાજકોટ તા. ૧૧ :.. આજે સ્‍ટેન્‍ડીંગ કમિટીએ મ્‍યુ. કોર્પોરેશનનું વર્ષ ર૦રપ-ર૬ નું ૩૧૧૮.૦૭ કરોડનું બજેટ મંજૂર કરી જનરલ બોર્ડની મંજૂરી માટે મોકલી આપવા મેયર નયનાબેન પેઢડીયાની અધ્‍યક્ષ સ્‍થાને આગામી તા. ૧૯ ના બુધવારે સવારે ૧૧ વાગ્‍યે જનરલ બોર્ડ બોલાવ્‍યું છે. જેમાં માત્રને માત્ર બજેટની કરવેરા દરખાસ્‍તોને બહાલી આપવાનો એજન્‍ડા પ્રસિધ્‍ધ કરાયો છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત માહિતી મુજબ પ્રસિધ્‍ધ થયેલ એજન્‍ડામાં ધી જી.પી.એમ.સી. એક્‍ટ ૧૯૪૯ની કલમ-૯૪ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના સને ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના રજુ કરવાના થતા આવક-ખર્ચના વાર્ષિક હિસાબો(National Municipal Accounts Manualની ગાઇડ લાઇનને અનુરૂપ) તથા ડિજિટલાઇઝડ ફોર્મમાં જાળવેલા આનુષંગિક રેકર્ડ/ દસ્‍તાવેજો/વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તથા ઉક્‍ત વર્ષો દરમ્‍યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજુરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી.એક્‍ટ ૧૯૪૯ની કલમ-૯૫ મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નું રિવાઈઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું અંદાજપત્ર મંજુર કરવા આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સામાન્‍ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પાણી દર નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખુલ્લા પ્‍લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે વાહન કર નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે થિએટર ટેક્ષ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઓનલાઇન પેમેન્‍ટમાં વળતર આપવા, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે એન્‍વાયરમેન્‍ટ ચાર્જ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફાયર ટેક્‍સ(કર) નિયત કરવા, તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતની ૧૨ દરખાસ્‍તોને બહાલી આપવામાં આવશે.(૨.૩૦)

(3:45 PM IST)