<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને 6 માસની સજા: વોર્ડ ઑફિસરને મારવાના કેસમાં 10 વર્ષે ચુકાદો

10 વર્ષ અગાઉ VMCની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ફૂટપાથ પરના દબાણો દૂર કરતી ત્યારે યોગેશ પટેલે વોર્ડ ઑફિસર સાથે માથાકૂટ કરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલ મુક્તિને 10 વર્ષ જૂના કેસમાં કોર્ટે 6 મહિનાની કેદની સજા ફટકારવા સાથે રૂ. 1 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 2014ના જાન્યુઆરી મહિનામાં શહેરના L & T સર્કલ નજીક VMCની દબાણ શાખાની ટીમ ફૂટપાથ પર રહેલા ગેરકાયદે દબાણો દૂર કરી રહી હતી. આ દરમિયાન ભાજપના સ્થાનિક કોર્પોરેટર યોગેશ પટેલ મુક્તિ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જેમણે વોર્ટ ઑફિસર તરીકે ફરજ બજાવતા જગમાલ નંદાણિયા સાથે ઝપાઝપી કરી હતી. આટલું જ નહીં, તેમણે દબાણ કરેલા લારી-ગલ્લાને પણ વાહનોમાં ઉતરાવી દીધો હતો. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા પૂર્વ ડેપ્યુટી મેયરે વૉર્ડ ઑફિસરને લાફો માર્યો હતો.

 


 

(9:13 PM IST)