<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

મંગળવાર નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીનુ માર્ગદર્શન

રાજકોટ તા.૧૧ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે  મંગળવારના રોજ હનુમાનજીને દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી  સ્વામી  દ્વારા તથા સવારે ૭ કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી  દ્વારા કરવામાં આવી હતી. અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.

(2:39 PM IST)