<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ટ્રમ્પ સરકાર વધુ 487 ભારતીયોને દેશ નિકાલ કરવાની તૈયારીમાં: ગુજરાતીઓમાં વધી ચિંતા

અમેરિકાએ 37 ગુજરાતી નાગરિકોને પકડીને દેશ નિકાલ કરાવ્યો ત્યારે હજી પણ ટ્રમ્પ સરકાર વધુ 487 ભારતીયોને દેશ નિકાલ કરવાની તૈયારી કરી રહી છે.

અમેરિકાની ટ્રમ્પ સરકારે હવે ગેરકાયદેસર અમેરિકામાં રહેતા નાગરિકોને પકડીને તેઓને દેશ નિકાલ કરવામા આવી રહયો છે. તાજેતરમા 37 ગુજરાતી નાગરિકો પણ અમેરિકાથી સ્પેશિયલ મિલિટરી ફલાઈટમાં પગમાં બેડીઓ પહેરાવીને અમૃતસર લાવવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકોને પગમાં બેડીઓ બાંધીને ભારત પરત લાવવામા આવતો વીડિયો અમેરિકી સરકારના બોર્ડર પેટ્રોલ પોલીસ ફોર્સ દ્વારા X (ટવીટ્ટર) પર પોસ્ટ કરાયો હતો. જેના પગલે ભારે હોબાળો મચી ગયો છે. ટ્રમ્પ સરકાર હવે વધુ 487 ભારતીયોને દેશ નિકાલ કરવાની તૈયારી કરી રહી છે, જેના પગલે ગુજરાતીઓમાં ફરીથી ટેન્શનનો માહોલ છે.

 

સરકારે પરત આવેલા ગુજરાતી નાગરિકો સામે કોઈ ગુનો દાખલ કર્યો નથી, જો કે હવે પોલીસ તથા ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ કબૂતરબાજીના નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે તે માટે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મુંબઈ, દિલ્હીના એજન્ટોને શોધી રહી છે. કુલ 15થી વધુ એજન્ટોના નેટવર્કની તપાસ કરવામા આવી રહી છે. જેઓ ડંકી રુટથી ભારતીયોને ગેરકાયદેસર અમેરિકા લઈ જાય છે. ટ્રમ્પ સરકારે લીધેલા કડક પગલા બાદ તમામ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

 

ઉત્તર ગુજરાતમાં પરત આવેલા નાગરિકોને તગડુ કમિશન લઈને અમેરિકાની ચેનલ પાર કરાવતા હતા. કેટલાક એજન્ટો 40 લાખથી 1 કરોડ લઈને ગુજરાતીઓને અમેરિકા પહોંચાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ સમગ્ર મામલાની તપાસ કરી રહયુ છે. જેમાં પહેલા ભારતીયોને પહેલા કેનેડા તથા પછી અમેરિકા લઈ જવાના ષડયંત્રની તપાસ ચાલી રહી છે.

(11:01 PM IST)