<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

ઇડર વિજયનગર હાઈવે રોડ પર કડિયાદરા નદીના પુલના ડીવાઈડર સાથે કાર અથડાઈ: એકનું મોત : ત્રણ ઘાયલ

રજાના દિવસે પોલો ફોરેસ્ટ ફરવા ગયેલ મિત્રોને ઘરે પરત ફરતા અકસ્માત નડયો

સાબરકાંઠામાં ઇડર વિજયનગર હાઈવે રોડ પર ગોઝારો અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. કડિયાદરા નદીના પુલ પર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પુલના ડીવાઈડર સાથે અથડાઈ હતી. રજાના દિવસે પોલો ફોરેસ્ટ ફરવા ગયેલ મિત્રોને ઘરે પરત ફરતા અકસ્માત નડયો હતો જેમાં એકનું મોત થયું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. 

 ઘાયલોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. મામલાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતકને પોસ્ટમોટર્મ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

(9:27 PM IST)