તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
જેઈઈ મેઈન 2025 સેશન 1 પરિણામ જાહેર :જાણો કેવી રીતે ચેક કરવું : સમજો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
JEE મેઈન 2025 ની પરીક્ષા 22, 23, 24, 28, 29 અને 30 જાન્યુઆરી, 2025 ના રોજ યોજવામાં આવી હતી

નવી દિલ્હી : 11 ફેબ્રુઆરીના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઈઈ મેઈન 2025 સેશન 1 પરિણામ જારી કરી દેવામાં આવ્યું છે. પરિણામ કેવી ચેક કરવું, જાણો સ્ટેપ બાય સ્ટેપ…
ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in જેઈઈ મેઈન પરિણામ 2025 સેશન 1 ચેક કરી શકે છે. JEE મેઈન 2025 ની પરીક્ષા 22, 23, 24, 28, 29 અને 30 જાન્યુઆરી, 2025 ના રોજ યોજવામાં આવી હતી. NTA એ સોમવારે JEE મેઈન 2025 ની અંતિમ આન્સર કી સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કરી દીધી હતી.
JEE મેઈન 2025 પરિણામ કેવી રીતે ચેક કરવું
પરિણામ જોવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in ની મુલાકાત લો.અહીં JEE મેઈન 2025 પરિણામ' અથવા ' સ્કોર કાર્ડ જુઓ' ટેબ પર ક્લિક કરો.હવે તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ કરો.હવે તમને સ્ક્રીન પર NTA JEE મુખ્ય પરિણામ દેખાશે.પરિણામ PDF ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.
JEE મેઈન 2025 સેશન 2 પરીક્ષા ક્યારે યોજાશે :JEE મેઈન 2025 સેશન 2 પરીક્ષાનું આયોજન 1 થી 8 એપ્રિલના રોજ કરવામાં આવશે. જે માટેની અરજી 31 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. જેનું પરિણામ 17 એપ્રિલ સુધી જારી કરવામાં આવશે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
