<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

બોટાદના બાબરકોટમાં વિજ થાંભલો ખસેડતી વખતે પડી જતાં રાઘવભાઇ દેરવાડીયાનું મોત

૫૮ વર્ષિય પ્રોૈઢે સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૧: બોટાદના બાબરકોટ ગામે રહેતાં પ્રોૈઢ રાઘવભાઇ અરજણભાઇ દેરવડીયા (ઉ.વ.૫૮) તા. ૧/૨ના સાંજે છએક વાગ્‍યે બાબરકોટ અને કારનીયાડ વચ્‍ચે જીઆઇડીસી વિસ્‍તારમાં વિજ થાંભલાનું કામ ચાલુ હોઇ ત્‍યાં મજુરીએ ગયા હતાં તે વખતે વિજ થાંભલો ઉંચકતી વખતે પડી જતાં માથામાં ઇજા થતાં બોટાદ, ભાવનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર રાઘવભાઇ પાંચ ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં  ત્રણ પુત્રી અને એક પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, અશ્વિનભાઇ રાઠોડ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે પાળીયાદ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

(1:28 PM IST)