News of Thursday, 12th November 2026
દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને સાત દેશોના પોતાના મનપસંદ ક્રિકેટરોના નામ કર્યા જાહેર: ભારતમાંથી કોહલી પસંદ
વિશ્વભરના શાનદાર ખેલાડીઓની યાદીમાં ભારત તરફથી વિરાટ કોહલી અને પાકિસ્તાનમાંથી બાબર આઝમ પર પસંદગીનો કળશ ઢોળ્યો

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે દાયકા કરતાં વધુ સમય સુધી પોતાની ઘાટક બોલિંગથી બેટ્સમેનોમાં ખળભળાટ મચાવનાર ઇંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને તાજેતરમાં વિશ્વભરના સાત અલગ-અલગ દેશોના પોતાના મનપસંદ ક્રિકેટરોના નામ જાહેર કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર તરીકે ઇતિહાસ રચનાર એન્ડરસને એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ પર ચર્ચા દરમિયાન પોતાના સર્વકાલીન પ્રિય ખેલાડીઓની આ યાદી દુનિયા સમક્ષ મૂકી છે.
આ ખાસ યાદીમાં એન્ડરસને ભારતમાંથી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને અને પાકિસ્તાન તરફથી સ્ટાર બેટ્સમેન બાબર આઝમને પોતાના પસંદગીના ક્રિકેટર તરીકે સ્થાન આપ્યું છે, જેની ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા થઈ રહી છે.
આ ઉપરાંત અન્ય દેશોના ખેલાડીઓની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન, ઇંગ્લેન્ડના જો રૂટ, ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથી, દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સ અને શ્રીલંકાના સનથ જયસૂર્યાનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પોતાના જાદુઈ સ્વિંગ અને સચોટ લાઇન-લેન્થથી અનેક દિગ્ગજ બેટ્સમેનોને પરેશાન કરનાર એન્ડરસને જુલાઈ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સત્તાવાર નિવૃત્તિ લીધી હતી અને હાલ તેઓ ક્રિકેટ વિશ્લેષક તરીકે સક્રિય છે.
આ તમામ પસંદગી પાછળ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે નોંધાવેલા અદ્ભુત રેકોર્ડ્સ મુખ્ય કારણ રહ્યા છે, જેને એન્ડરસને પોતાના અનુભવના આધારે શ્રેષ્ઠ ગણાવ્યા છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
