<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

કોર્પોરેશન ક્રિકેટ સ્‍ટેડિયમ અને પ્‍લોટ તથા અટલ સરોવરની દુકાનો ભાડે આપશે

આવક વધારી ‘આત્‍મનિર્ભર' બનવા બજેટમાં જોગવાઇ : સીટી બસ અને વીજ પોલમાં જાહેરાત કરવાના કોન્‍ટ્રાકટથી આવક વધશે

 રાજકોટ  તા. ૧૧ :.. શહેરમાં તબક્કાવાર નવા ભળેલ વિસ્‍તારોને લીધે શહેરના વિસ્‍તાર તેમજ વસતિમાં ઘણો વધારો થવા પામેલ છે. સાથોસાથ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓમાં પણ ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે, જે માટે થનાર નવા ખર્ચબોજને પહોંચી વળવા મહાનગરપાલિકાએ સમયાંતરે આવકના હાલનાસ્ત્રોતને મજબૂત કરવાની સાથોસાથ આવકના નવાસ્ત્રોત ઊભા કરવા જરૂરી છે. સ્‍ટેન્‍ડિંગ કમીટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્‍યા મુજબ કોર્પોરેશનની આવક વધારવા નીચે મુજબ પ્રયાસો થશે.

 આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં નીચે મુજબ આવકના નવાસ્ત્રોતો ઊભા કરી મહાનગરપાલિકા આત્‍મનિર્ભર બનવા તરફ આગેકદમ કરી, શહેરીજનોને વધુ સારી રીતે ગુણવત્તાસભર સેવાઓ પ્રદાન કરી શકશે.

સ્‍માર્ટ સિટી વિસ્‍તારમાં લાઈટીંગ પોલ ઉપર જાહેરાત અને એલ.ઈ.ડી. સ્‍ક્રીન/કિઓસ્‍ક માટેના હક્કો આપવા.

સ્‍માર્ટ સિટી વિસ્‍તારમાં આવેલ તમામ રોડ પર આવેલ લાઈટીંગ પોલ ઉપર જાહેરાત માટેના હક્કો આપી. નવી આવક ઊભી કરવામાં આવશે.

સ્‍માર્ટ સિટી વિસ્‍તારમાં એલ.ઈ.ડી. સ્‍ક્રીન/કિઓસ્‍ક દ્વારા જાહેરાત માટેના હક્કો આપી. નવી આવક ઊભી કરવામાં આવશે. (અંદાજિત આવક ઈં ૩ કરોડ)

માધવરાય સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવું.

રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના રેસકોર્ષ સંકુલમાં આવેલ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમને અદ્યતન બનાવવાનું કામ હાલ ગતિમાં છે.

આ સ્‍ટેડિયમમાં રમત-ગમત ટુર્નામેન્‍ટ યોજવા ઉપરાંત લગ્ન સમારંભ, દાંડીયા રાસ, મ્‍યુઝીકલ નાઈટસ સહિતના કોમર્શિયલ હેતુ માટે પણ ભાડે આપવામાં આવશે.(અંદાજિત આવક રૂા. ૧ કરોડ)

શહેરના મુખ્‍ય રસ્‍તા પર આવેલ મહાનગરપાલિકા હસ્‍તકના ટી.પી. પ્‍લોટ્‍સ લાંબા સમયગાળા માટે ભાડા પટ્ટે આપવા :-શહેરના મુખ્‍ય માર્ગો પર રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના ટી.પી. પ્‍લોટ્‍સને પાંચ વર્ષ કે વધુ સમયગાળા માટે કોમર્શિયલ ધોરણે ભાડા પટ્ટે આપવામાં આવશે.(અંદાજિત આવક રૂા. ૬ કરોડ)

૧૦૦ સિટી બસોની અંદર તથા બહારની બાજુ જાહેરાતના હક્કો પ્રસિધ્‍ધ કરવા.

રાજકોટ મહાનગરપાલિકાના ટ્રાફિક  ટ્રાન્‍સપોર્ટ સેલ/આર.આર.એલ. હસ્‍તક શહેરી બસ સેવા અંતર્ગત કાર્યરત ૧૦૦ સિટી બસોની અંદર અને બહારના ભાગે જાહેરાત માટેના હક્કો આપી. નવી આવક ઊભી કરવામાં આવશે.

(અંદાજિત આવક રૂા.  ૩.૪૬ કરોડ)

૪. સ્‍માર્ટ સિટી વિસ્‍તારમાં અટલ સરોવર પરિસરની અંદર રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકની ૪૨ દુકાનો મોડન ફૂડ કોર્ટ તરીકે ભાડા પટ્ટે આપવી.

(3:46 PM IST)