<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

ઉનાની સીમ વાડીમાં જુગાર રમતા ૭ શખ્‍સો ૧૭ હજારની રોકડ સાથે ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના. તા. ૧૧: સીમવાડીમાં જુગાર દરોડામાં ૭ શખ્‍સોને ૧૭ હજારની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

 પોલીસ ઇન્‍સ્‍પેકટર મહેન્‍દ્ર સિંહ એન રાણા ની સૂચના થી પી.એસ.આઇ.પી.જી. જોશી અને સ્‍ટાફે સીમ વાડી વિસ્‍તાર માં  જયેશ ભીખા ભાઈ મજેઠિયા તેમના નવા મકાન પાસે લોકો ને બોલાવી રૂપિયા ની હાર જીત નો જુગાર રમતા હોય પોલીસે રેડ કરી જુગાર રમતા જયેશ ભીખા ભાઈ મજેઠિયા, સરફરાઝ હનીફ ભાઈ કુરેશી, યુસુફ સુલેમાન કચરા, રાકેશ ભીમજીભાઈ મકવાણા, મહમદ સિદીક રફીક ભાઈ કુરેશી, સલીમ મહમદ કાતરીયા, મેહબૂબ ઇબ્રાહિમ ચોહાણ રે. તમામ ઊના વાળા ને રોકડા રૂપિયા ૧૭૦૮૦/સાથે પકડી ઊના પોલીસ સ્‍ટેશન મા લાવી જુગાર ધારા કલમ ૧૩ મુજબ ગુનો દાખલ કરી કાર્ય વાહી કરી હતી.

(10:15 AM IST)