તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
કરકસરના પગલાઃ ખર્ચમાં કાપઃ આવકનો લક્ષ્યાંક ઉંચો
રદ થયેલા કરબોજના ૧૫૬ કરોડનું ગાબડુ બુરવા નકકર યોજના : વોર્ડ ઓફિસરો, નાયબ આરોગ્ય અધિકારીઓની કાર પાછી ખેંચાશે

રાજકોટ તા.૧૧: મહાનગરપાલિકાના બજેટના કદમાં ૬ કરોડનો વધારો કરી સ્ટેન્ડીંગ કમિટિએ ૧૫૦ કરોડનો કરબોજ રદ કરી દીધો છે. જેની સામે ૫૦ કરોડના નવા ૨૦ કામો અમલમાં મુકયા છે. છતાં ૧૦૬ કરોડનું ગાબડુ બુરવા માટે ર્હોડિંગ બોર્ડ તથા એફએસઆઈ અને ૨૮ કરોડનો વધારો સુચવવામાં આવ્યો છે. તેવી જ રીતે જકાત ગ્રાન્ટમાંથી અને અન્ય કરકસર કરી બાકીની ઘટ પુરી કરવામાં આવશે. મહેસુલી ખર્ચમાં પણ ૫૦ કરોડનો ખર્ચ ઘટાડો કરવા માટે વિજળી સહિતના પ્રોજેક્ટમાં કરકસર યુક્ત પગલા લઈ રૂપિયા ૧૦૬ કરોડની ઘટ પુરી કરવામાં આવશે.
આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા આજે મંજુર કરાયેલ બજેટના કદમાં ૬ કરોડનો વધારો કર્યો છે. જેની સામે કમિશનર દ્વારા સુચવવામાં આવેલ ૧૫૦ કરોડનો કરબોજ રદ કરવામાં આવ્યો છે. ત્યારે ૫૦ કરોડ રૂપિયા નવી યોજના પાછળ ખર્ચાશે છતાં બાકી રહેલા ૧૦૬ કરોડની આવક માટે મહાનગરપાલિકાએ અનેક નવા નિયમો અને કરકસરનો માર્ગ અપનાવ્યો છે. જેમાં ખાસ કરીને ૧૮ વોર્ડ ઓફિસરોને અપાતી કારની સેવા તેમજ આરોગ્ય સહિતના નાયબ અધિકારીઓને ભરવાનામાં ચાલતી કારની સુવિધાઓ પરત ખેંચી ટ્રાન્સપોર્ટ વિભાગમાં કરકસર યુક્ત પગલા પ્રયાસ કરવામાં આવ્યો છે.
(3:46 PM IST)










