તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
વીરા ગ્રુપ સુલતાનપુરના ૧૨ સભ્યોની ટીમ દ્વારા પાણી બચાવો અભિયાન
જયાં પક્ષીઓ ચહકે છે, ત્યાં કુદરત મલકે છે, નાના પદિંાઓનું સંરક્ષણ, ભવિષ્યની સંસ્કૃતિનું રાવણ : અત્યાર સુધી ૪૨ હજારથી વધુ લાકડાના પક્ષી ઘર જાતે બનાવી ફ્રી વિતરણ, દશ વર્ષે ૩૦ હજાર માળા વિતરણ કરાશેઃ ચકલીના સંરક્ષણ માટે અપાતું માર્ગદર્શનઃ સહયોગની અપિલ

રાજકોટઃ ગોંડલ તાલુકાના વીરા ગ્રુપ સુલતાનપુરમાં ૧૨ સભ્યોની ટીમ છેલ્લા સાત વર્ષેથી પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવે છે. શાળાઓમાં જઇ વિદ્યાર્થીઓને ચકલીના સંરક્ષણ માટે માર્ગદર્શન તેમજ ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવતું હોવાનુ ંજણાવાયુ ંછે.
અત્યાર સુધીમાં ૪૨ હજારથી વધુ ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ. દર વર્ષે ૩૦ હજાર માળાનું વિતરણ કરાશે.
ચીન સરકાર દ્વારા ચાર જીવાત અભિયાન ૧૯૫૮માં ચલાવવામાં આવ્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં ચકલીઓને મારી નાખવામાં આવી હતી જેથી કરીને ચીનને દુષ્કાળ નો સામનો કરવો પડયો એન્ડ લાખો લોકોના જીવ ગુમાવ્યા હતા. આ પછી ચીન સરકાર દ્વારા બીજા દેશ માંથી ચકલીઓ આયાત કરવામાં આવી આ પછી ચીનનું પ્રકૃતિ સંતુલન માં સુધાર જોવા મળ્યા હતા. નાના એવું જીવ પ્રકૃતિ ાટે કેટલું જરૂરી છે આથી આપડે સમજી શકીયે છીએ . વીરા ગ્રુપ છેલ્લા ૭ વષથી પક્ષી બચાવો અભિયાન સાથે જોડાયેલા છે.
વીરા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં ૪૨૧૧૧ લાકડાના પક્ષી ઘર નુ ંજાતે બનાવી ને ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું છે. દર વર્ષે વિશ્વ ચકલી દિવસની ઉજવણી જોરો સોરથી કરવામાં આવે છે.સાથે સાથે વધારાની વસ્તુમાંથી બનાવેલા આવ નાવા ચકલી ઘરનું ્પ્રદર્શન પણ કરવામાં આવે છે જેથી કરીને લોકો વધારાની વસ્તુમાંથી પક્ષી ઓના સુંદર ઘર બનાવી જાતે લગાવી સકે.વીરા ગ્રુપ દ્વારા સુલતાનપુર તથા આજુ બાજુ રાજકોટ જિલ્લાની ૪૨ થી વધુ સ્કૂલમાં જઇ ફ્રી પક્ષી ઘર વિતરણ તથા ચકલીના સંરક્ષણ માટે વિદ્યાર્થી ઓને માર્ગદર્શન આપવામાં આવે છે.જેથી કરીને બાળકોમાં અત્યાર થી જ પ્રકૃતિ નું રક્ષણ માટે પ્રેરણા મળે. આ સાથે વીરા ગ્રુપ દ્વારા ૫૫૫ થી વધુ વૃક્ષારોપણ તથા વિતરણ ના કાર્ય પણ કરવમાં આવે છે. સુલતાનપુર ગામમાં ડિજિટલ અવેડાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. નાના જીવ જંતુ માટે કીડીયારું પણ નાખવામાં આવે છે. વીરાા ગ્રુપને નેશનલ તથા ઇન્ટર નેશનલ એવોર્ડ પણ મળી ચૂકયા છે.
વૃક્ષારોપણ , ચકલીનું સંરક્ષણ અને પર્યાવરણ માટે કરાયેલી આ પહેલ સૌને પ્રકૃતિની મહતા સમજાવી શ્રદ્ધા અને પ્રેરણા વીરા ગ્રુપ દ્વારા આપવમાં આવતું હોવાનું જણાવાયુ ંછે.આ સુંદર પ્રયાસ માટે વીરા ગ્રુપ અને શાળાના સંચાલકોને ગ્રામજનો અને વાલીગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા દર વર્ષે ૨૦ માર્ચ વિશ્વ ચકલી કાર્યક્રમ યોજાઇ છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે દિવ્યેશ કાછડીયા, શૈલેષ ગોંડલીયા, તુલશી રૈયાણી , રવી ભાદાણી, રૂષીકેશ ગોંડલીયા અને વી.ડી.બાલા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૩૮.૨)
(9:52 AM IST)










