<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

એડવાન્‍સ વેરો ભરતા પૂર્વ સૈનિકો અને દિવ્‍યાંગોના નામે વૃક્ષારોહણ

આવતા વર્ષ જન્‍મ લેનાર બાળકોના નામે વૃક્ષો વવાશેઃ ૩પ હજાર વૃક્ષોનો અંદાજ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫૨૬માં એડવાન્‍સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્‍યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકોને પ્રોત્‍સાહિત કરવા માટે તેઓના નામે એકએક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી પર્યાવરણના જતનની સાથોસાથ શહેરીજનોમાં દિવ્‍યાંગજનો પ્રત્‍યે સંવેદનશીલતા તેમજ આર્મીમેન પ્રત્‍યેના આદરમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૧૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. આ ઉપરાંત  શહેરમાં જન્‍મનાર પ્રત્‍યેક બાળકો/બાળકીઓના નામે એકએક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી શહેરના ‘ગ્રીન કવર માં અને પર્યાવરણની જાળવણી અંગેની  જાગૃતિમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૬૨૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. છેલ્લા એક વર્ષમાં અંદાજીત ૩પ હજાર જેટલા બાળકોનો જન્‍મ થાય છે.

(3:49 PM IST)