<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

હિન્‍દૂ ગર્લફ્રેન્‍ડે બોયફ્રેન્‍ડને વ્‍હોટ્‍સએપમાં લખ્‍યું કબૂલ હૈ.. કબૂલ હૈ.. કબૂલ હૈઃ સાથે રહેવા જીદ પકડી ૧૨મીના બાળકોએઃ મચી ગયો હંગામો

બિહારના મુઝફ્‌ફરપુરથી એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો ૧૨મા ધોરણમાં અભ્‍યાસ કરતી એક હિન્‍દુ ગર્લફ્રેન્‍ડે તેના મુસ્‍લિમ બોયફ્રેન્‍ડને વોટ્‍સએપ પર ત્રણ વખત ‘કબૂલ હૈ' લખીને બોયફ્રેન્‍ડના નામનું સિંદૂર પણ લગાવવા લાગી

૫ટણા, તા.૧૧: મોબાઈલમાં મેસેજ કરીને ત્રિપલ તલાકના તો ઘણા કિસ્‍સાઓ સામે આવ્‍યા છે, પરંતુ WhatsApp પર નિકાહ કબૂલ કરવાનો મામલો કદાચ જ પહેલા કોઈએ સાંભળ્‍યો હશે. બિહારના મુઝફ્‌ફરપુરથી આવો જ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં ૧૨મા ધોરણમાં અભ્‍યાસ કરતા સગીર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીએ WhatsApp ચેટમાં એકબીજાને ત્રણ વાર કબૂલ હૈ લખીને પોતાની પરિણીત માની લીધા. હવે બંને એકસાથે રહેવાની જીદે ચડેલા છે. આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે.

આ મામલો નગર વિસ્‍તારનો છે. અહીં રવિવારે પ્રેમમાં પાગલ થઈ ગયેલ સગીર વિદ્યાર્થીએ પોલીસ સ્‍ટેશનમાં લગભગ ૨ કલાક સુધી જબરદસ્‍ત હોબાળો મચાવ્‍યો. તે પોતાની પ્રેમિકા સાથે લગ્નની જીદ કરવા લાગ્‍યો. વિદ્યાર્થી શહેરના પંકજ માર્કેટનો રહેવાસી છે, જયારે પ્રેમિકા બોચહાં પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની રહેવાસી છે. બંને હાલમાં ૧૨માં ધોરણમાં અભ્‍યાસ કરે છે.

વિદ્યાર્થીનું કહેવું છે કે છેલ્લા ૨ વર્ષોથી તેમના વચ્‍ચે અફેર છે. તેને દાવો કર્યો કે તેની ગર્લફ્રેન્‍ડે WhatsApp પર ત્રણવાર કબૂલ હૈ લખીને તેને પોતાનો પતિ સ્‍વીકારી લીધો છે. જયારે આ વાત બંનેના પરિજનો સુધી પહોંચી, તો તેમણે સખત વિરોધ વ્‍યક્‍ત કર્યો અને બંનેના મોબાઈલફોન જપ્ત કરી લીધા. સાથે જ એકબીજાને મળવા પર પર સખત પ્રતિબંધ લગાવી દીધો.

હાલમાં બંનેની ઇન્‍ટરમીડીએટની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન વિદ્યાર્થીનીના પરિજનો તેને પરીક્ષા સેન્‍ટર સુધી મૂકવા અને ઘરે લઈ જવાનું કામ કરી રહ્યા હતા, જેનાથી બંને એકબીજાને મળી શકતા ન હતા. આનાથી વિદ્યાર્થી બેચેન થઈ ગયો અને વિચિત્ર હરકતો કરવા લાગ્‍યો. એનાથી પરેશાન થઈને વિદ્યાર્થીની બહેને નગર પોલીસ સ્‍ટેશન પહોંચી મદદની અપીલ કરી. પોલીસે વિદ્યાર્થીને પોલીસ સ્‍ટેશન બોલાવીને તેનો મોબાઈલ ચેક કર્યો, જેમાં છોકરી સાથેની તેની કેટલીક તસવીરો અને WhatsApp ચેતસ મળી આવી. ચેટમાં છોકરીએ ત્રણ વાર કબૂલ હૈ લખીને તેને પતિ માની લીધો હતો અને તે પોતાની એની પત્‍ની માનીને સિંદૂર પણ લગાવવા લાગી હતી. બંને ચોરી-છુપેથી ઘણીવાર એકબીજાને મળ્‍યા પણ હતા.

મામલાની ગંભીરતાને ધ્‍યાને લઈને પોલીસે વિદ્યાર્થીને સમજાવવાના ભરપૂર પ્રયાસો કર્યા, પરંતુ તેને પોતાની જીદ પકડી રાખી. બંને અલગ-અલગ સમાજના હોવાને લીધે પરિજનોની ચિંતા વધુ વધી ગઈ છે. હાલ પોલીસ બંને પરિવારો સાથે વાતચીત કરીને મામલાને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. વિદ્યાર્થીની બહેનનું કહેવું છે કે તેનો ભાઈ એ સંબંધને લઈને એટલો બધો પાગલ થઈ ગયો છે કે તેને પોતાના માતાપિતા અને પરિવારથી દૂરી બનાવી લીધી છે. પોલીસ સમગ્ર મામલા પર નજર રાખી રહી છે અને પરિસ્‍થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

(4:12 PM IST)