<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

બારડોલીના વાઘેચા ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત : એક યુવકનું મોત : બે યુવતીઓ તેમજ એક યુવકને ઇજા

બારડોલીના વાઘેચા કડોદ માર્ગ પર બે બાઇક સામસામા અથડાયા : ઇજાગ્રસ્તોને બારડોલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. બારડોલીના વાઘેચા કડોદ માર્ગ પર બે બાઇક વચ્ચે સામ સામે સર્જાયો હતો. જેમાં બે બાઇક પર કુલ પાંચ લોકો સવાર હતા તેમાંથી એક યુવકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય બે યુવતીઓ તેમજ એક યુવકને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

(9:22 PM IST)