તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 11th February 2025
૧૬મીએ વૈષ્ણવ સાધુ સમાજના સમુહલગ્ન
પાંચ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશેઃ બજરંગ ગ્રુપનું આયોજન

રાજકોટઃ મોરબી રોડ, ભગવતી પાર્ટી પ્લોટ, વેલનાથ સોસાયટી સામે તા. ૧૬ ફેબ્રુઆરી-રવિવારના રોજ પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાશે. જેમાં પાંચ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાશે. આ લગ્ન પ્રસંગમાં ૐ શ્રી આશાપુરી મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના ભીખારામ ગોપાલદાસ કાપડીરાજાનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. લોકમેળા ફેઇમ કલાકાર, લોક સાહિત્યકાર, હાસ્ય-મીમીક્રી આર્ટીસ્ટ તુલસીદાસ ગોંડલીયા- મો. નં. ૯૯૭૯૪ ૬૯પ૯૯ જમાવટ કરશે.
આ શુભ પ્રસંગમાં અલખઘણી ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ જયેશભાઇ વ્યાસ દ્વારા ભોજન-મહાપ્રસાદ તથા સમાજના દાતાઓ દ્વારા જીવન જરૂરીયાતની ૧રપ ચીજ-વસ્તુઓ કન્યાઓને કરીયાવર રૂપે અપાશે. મેયર નયનાબેન પેઢડીયા તથા વિનુભાઇ પેઢડીયા ઉપસ્થિત રહેશે.આ સમુહ લગ્નને સફળ બનાવવા ભીખારામ જી. કાપડીરાજા, શોભારામ આર. દેશાણી, વિજયભાઇ એસ. કાપડી, મનહરદાસ દેશાણી, મનિષભાઇ કાપડી, તુલસીદાસ ગોંડલીયા કલાકાર- પત્રકાર, દિપકભાઇ એલ. ગોંડલીયા તેમજ ગૃપના સર્વે જહેમત ઉઠાવી રહેલ છે.
તસ્વીરમાં ભીખારામબાપુ કાપડી અને તુલસીદાસબાપુ ગોંડલીયા નજરે પડે છે.
(4:32 PM IST)










