ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા ૪.૪૮ કરોડને પાર : ગુજરાતમાં મુસદ્દા મતદાર યાદી-૨૦૨૭ પ્રસિદ્ધઃ રાજ્યમાં ૨,૩૦,૯૦,૦૬૭ પુરુષ મતદારો, ૨,૧૭,૮૬,૧૫૦ સ્ત્રી મતદારો તથા ૧,૦૭૧ થર્ડ જેન્ડર મળી કુલ ૪,૪૮,૭૭,૨૮૮ મતદારો નોંધાયા : ભારતીય ચૂંટણી પંચની જાહેરાતઃ ૨૬ ડિસેમ્બર સુધી હક્ક-દાવા- વાંધા રજૂ કરી શકાશે, ૧૮ જાન્યુ.એ આખરી મતદાર યાદી10:12 AM IST
અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક ફેરફાર : 6 ડિસેમ્બરથી નાસ્ડેક અને NYSE Arca પર સપ્તાહના પાંચ દિવસ 23 કલાક ટ્રેડિંગ થશે : રવિવારે રાત્રે 9 વાગ્યાથી શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી બજાર ધમધમશે : સિસ્ટમ મેઈન્ટેનન્સ અને ક્લિયરિંગ માટે દરરોજ એક કલાકનો વિરામ રહેશે : નિયમિત ટ્રેડિંગ કલાકો યથાવત રાખી નવું ઓવરનાઈટ સેશન ઉમેરાશે (ન્યૂઝફર્સ્ટ)12:28 AM IST
અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકાઓની તીવ્રતા વધી : શનિવારની રાતથી સવાર સુધીમાં મધ્ય કેલિફોર્નિયામાં 3.0 અને 3.2ની તીવ્રતાના બે આંચકા અનુભવાયા : હેચ હેચી જળાશયથી 16 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં અને સાન લુકાસ નજીક ધરા ધ્રૂજી : છેલ્લા કેટલાક સપ્તાહમાં આવેલા 2ની તીવ્રતાના આંચકાઓ કરતાં વધુ શક્તિશાળી કંપન : અગાઉ બાજા કેલિફોર્નિયા સુરના દરિયાકાંઠે 5.7 તેમજ ઓરેન્જ કાઉન્ટી અને મેનહટન બીચમાં પણ આંચકા નોંધાયા હતા12:30 AM IST
અમેરિકા : લોસ એન્જલસના મેનહટન બીચ નજીક 5.0ની તીવ્રતાના ભૂકંપ બાદ શેવરોન ઓઈલ રિફાઈનરીમાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડા ઉઠતા દોડધામ : જુઓ વિડીયો : શનિવારે સવારે આવેલા આંચકા બાદ 45 મિનિટમાં 3.7ની તીવ્રતા સહિત 19 આફ્ટરશોક્સ નોંધાયા : રિફાઈનરીમાં ઓટોમેટિક સેફ્ટી ફ્લેરિંગ સક્રિય થતા ગેસ બળવા લાગ્યો : ફાયર ડિપાર્ટમેન્ટ ‘અર્થક્વેક મોડ’ પર રહી તમામ 106 સ્ટેશનોની ટીમોને તપાસમાં જોતરી12:51 AM IST
સમાચારો અપરંપાર1:43 AM IST
ઢગલાબંધ સમાચારો ઉડતી નજરે1:27 AM IST
દેશનું અર્થતંત્ર બરબાદ કરવાનું કામ ઈડીનું નથી : તમારા તપાસ અધિકારીઓની સતામણીથી લોકો શાંતિ મેળવવા વિદેશમાં વ્યવસાય કરવા જઈ રહ્યા છે : ટ્રિબ્યુનલના ચેરમેનની ઈડીને અત્યંત આકરી ફટકાર : ગોવાના બે કેસિનોમાંથી જપ્ત કરાયેલા ૧.૩૦ કરોડ રૂપિયા એક વર્ષથી શા માટે રોકી રાખ્યા છે? રકમ ગુના સાથે સંકળાયેલી ન હોય તો શું તપાસ અધિકારી વ્યાજ ચૂકવશે? સંપૂર્ણ દસ્તાવેજો સાથે હાજર થવા ફરમાન1:13 AM IST
મહત્વના સામાચાર ઉપર એક નજર1:06 AM IST
અમેરિકાના લોસ એન્જલસમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ : થેંક્સગિવિંગ વીકએન્ડની રજાઓ માણી રહેલા પરિવારોમાં દહેશતનો માહોલ : મેનહટન બીચથી 6 કિલોમીટર પશ્ચિમમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું : મુખ્ય આંચકા બાદ 2.5 અને 3ની તીવ્રતાના બે આફ્ટરશોક્સ અનુભવાયા : લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટ ‘અર્થક્વેક મોડ’માં આવીને જમીન, હવા અને દરિયાઈ માર્ગે નુકસાનનું સર્વેક્ષણ શરૂ કર્યું11:25 PM IST
મહત્વનાં સમાચારો ઊડતી નજરે....10:28 PM IST
સીમાંકન યોજના મુદ્દે રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર : વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ‘થ્રી મસ્કેટીયર્સ’ ગણાવ્યા : જુઓ વિડીયો : લોકસભાની બેઠકો 850 કરવાના પ્રસ્તાવ સામે સવાલ ઉઠાવી દ્વિપક્ષીય સીમાંકન આયોગની રચના કરવા અને હાલની 543 બેઠકો પર જ મહિલા અનામત લાગુ કરવાની માંગ : 2024ની ચૂંટણીમાં કથિત ‘વોટ ચોરી’ અને જનરેશન ઝેડ (Gen Z) ના મુદ્દે સરકારને ઘેરી9:06 PM IST
વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધો, સંઘર્ષો અને માનવજાતની તમામ સમસ્યાઓના મૂળમાં અહંકાર અને કરુણાનો અભાવ છે : માત્ર આર્થિક સમૃદ્ધિ અને લશ્કરી શક્તિથી વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપી શકાશે નહીં : મોહન ભાગવતજી : ચમત્કાર વિના નમસ્કાર નહીં કરવાની મનુષ્યની માનસિકતા : ભગવાન રામ, કૃષ્ણ, પરશુરામ, બુદ્ધ અને સ્વામી વિવેકાનંદનાં ઉદાહરણો સાથે સરસંઘચાલકે સમજાવ્યું જીવનદર્શન : સમગ્ર વિશ્વમાં કરુણાનો સંદેશ પહોંચાડવાની હવે ભારતની જવાબદારી છે8:39 PM IST
પાન મસાલા જાહેરાત વિવાદમાં સલમાન ખાનને મોટી રાહત: રાજસ્થાન હાઈકોર્ટે ગ્રાહક આયોગની કાર્યવાહી પર લગાવી રોક : રાજશ્રી પાન મસાલાની કથિત ભ્રામક જાહેરાત મામલે જોધપુર ગ્રાહક આયોગમાં ચાલી રહેલી કાર્યવાહી પર હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે : જસ્ટિસ ડૉ. નુપુર ભાટીની બેન્ચે 26 નવેમ્બરે આદેશ આપી ફરિયાદીને નોટિસ પાઠવી7:34 PM IST
સાયબર છેતરપિંડીના નામે બેંકોની મનમાની પર લગામ: ખાતું ફ્રીઝ કરવા અને ખોલવા માટે RBI એ જાહેર કરી નવી સમયમર્યાદા! : ખાતું ફ્રીઝ કર્યા બાદ બેંકે ગ્રાહકને કારણ અને પ્રક્રિયા જણાવવી પડશે, ગ્રાહકને જવાબ આપવા 7 દિવસ અને બેંકને તપાસ માટે 7 દિવસ મળશે : 31મા દિવસે અનફ્રીઝ થવાની શક્યતા અને 1 જુલાઈ, 2027 થી નિયમો લાગુ થશે7:35 PM IST
બાળકની જાતિ નક્કી કરવામાં માતાની ઓળખ બનશે મહત્વનો આધાર? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એટર્ની જનરલ પાસે માંગ્યો જવાબ : છૂટાછેડા, ત્યાગ, દત્તક અને એકલ માતાત્વના કિસ્સાઓમાં માતાની જાતિના આધારે જાતિ પ્રમાણપત્ર આપવાની શક્યતા પર વિચાર કરવા સુપ્રીમ કોર્ટની સૂચના : ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી. મોહનાની બેન્ચે એટર્ની જનરલ આર. વેંકટરામણી પાસે બંધારણીય-કાનૂની અભિપ્રાય માંગ્યો : અરજીઓ પર સુનાવણી હાલ પૂરતી મુલતવી7:33 PM IST
અફઘાનિસ્તાનમાં મહિલાઓની ઓળખ ભૂંસવાનો નવો ફતવો: હોસ્પિટલના રેકોર્ડમાં વાસ્તવિક નામને બદલે હવે માત્ર 'બીબી' લખાશે! : ઉત્તરીય બલ્ખ પ્રાંતમાં તાલિબાનના નૈતિકતા મંત્રાલયનો આદેશ : તબીબી રેકોર્ડ અને પ્રિસ્ક્રિપ્શનમાં મહિલાઓની ઓળખ છુપાવવાની સૂચના, એક તરફ મહિલા તબીબી શિક્ષણ પર પ્રતિબંધ અને બીજી તરફ પુરુષ ડોક્ટરોની સારવાર પર નિયંત્રણોથી અફઘાન મહિલાઓના આરોગ્ય સામે ગંભીર સંકટ7:13 PM IST
બીજાપુરના જંગલમાંથી માઓવાદીઓનો ખજાનો ઝડપાયો: ₹4.29 કરોડનું સોનું અને ₹24.22 લાખની રોકડ જપ્ત : સુરક્ષા દળોને મોટી સફળતા : ઇન્દ્રાવતી નદી નજીક ભૈરમગઢ વિસ્તારના જંગલમાં DRG, પોલીસ અને BDS ની સંયુક્ત કાર્યવાહી; જમીનમાં દટાયેલા સ્ટીલના બોક્સમાંથી 10-10 તોલાના 33 સોનાના બિસ્કિટ અને ₹500 ની નોટોના બંડલ મળ્યા : અત્યાર સુધીમાં કુલ 12.34 કિલો સોનું અને ₹8.24 કરોડથી વધુની રોકડ કબજે7:21 PM IST
સોનિયા ગાંધીના મતદાર યાદી વિવાદમાં મોટો વળાંક: નાગરિકતા મળ્યાના ત્રણ વર્ષ પહેલાં જ મતદાર યાદીમાં નામ નોંધાયું હોવાનો દિલ્હી પોલીસનો કોર્ટમાં રિપોર્ટ! : રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરાયેલા 'એક્શન ટેકન રિપોર્ટ'માં ખુલાસો: એપ્રિલ 1983 માં ભારતીય નાગરિકતા મળી હોવા છતાં 1980 ની મતદાર યાદીમાં નામ સામેલ હતું : ચૂંટણી નોંધણી અધિકારીએ નામની પુષ્ટિ કરી : હવે 14 ડિસેમ્બરે થશે આગામી મહત્વની સુનાવણી7:03 PM IST
પંજાબ અનાજ કૌભાંડમાં EDનો મોટો ધડાકો: 3 ખાનગી કંપનીઓના ઠેકાણા પર દરોડા, ભ્રષ્ટ અમલદારો અને રિયલ એસ્ટેટ કનેક્શન પર કાર્યવાહી : 25 અને 26 નવેમ્બરે ઓરિગો કોમોડિટીઝ, ગ્રેમાર્બલ ઇન્ફ્રા અને શિવાલિક એગ્રો પોલી પ્રોડક્ટ્સના પરિસરમાં EDની કાર્યવાહી : 2019-20 ના પુંગ્રેન કોન્ટ્રાક્ટ્સ, LDPE કવર સપ્લાય અને સંબંધીના નામે બજાર કિંમતથી ઓછા ભાવે ખરીદાયેલી એક એકર જમીનના સોદાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ7:04 PM IST
નિવૃત્ત કર્મચારીઓ માટે EPFO ની મોટી ભેટ: હવે PF ખાતામાંથી હપ્તે-હપ્તે ઉપાડ પર નહીં લાગે કોઈ ટેક્સ : બાકીની રકમ પર મળતું રહેશે પૂરેપૂરું વ્યાજ! : સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિની મહત્વની જાહેરાત : આગામી બજેટ બાદ 1 એપ્રિલથી 'સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન' લાગુ થવાની પૂરી શક્યતા: 55 વર્ષથી વધુ વયના 6.32 લાખ સભ્યોને થશે સીધો ફાયદો : સભ્યના મૃત્યુ બાદ નોમિનીને પણ મળશે હપ્તા કે એકસાથે રકમ ઉપાડવાનો વિકલ્પ7:03 PM IST
સંસદના વિશેષ સત્ર પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મહત્વપૂર્ણ મંજૂરી: 'સીમાંકન (બીજું) બિલ, 2026' લોકસભામાં રજૂ કરવાનો માર્ગ મોકળો : લોકસભા સચિવાલયના બુલેટિન મુજબ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલના પત્ર બાદ બંધારણની કલમ 117(3) હેઠળ રાષ્ટ્રપતિએ આપી ભલામણ : નવા કાયદાકીય પેકેજમાં લોકસભાની બેઠકો 543 થી વધારીને 850 કરવાનો અને 2029ની ચૂંટણી પહેલાં 33% મહિલા અનામત લાગુ કરવાનો પ્રસ્તાવ : જ્યારે વિપક્ષે વ્યક્ત કર્યા ગંભીર વાંધા6:22 PM IST
સંસદના વિશેષ સત્ર પહેલાં 'સીમાંકન બિલ' પર રાજકીય ઘમાસાણ: રાહુલ ગાંધીએ સરકાર અને ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો : સત્તાપક્ષે ગણાવ્યું મહિલા સશક્તિકરણનું પગલું : રાહુલ ગાંધીની આક્રમક પ્રેસ કોન્ફરન્સ; લોકસભાની બેઠકો 850 કરવાના પ્રસ્તાવ અને 2011ની વસ્તી ગણતરીના ઉપયોગ સામે વિપક્ષનો વિરોધ : જ્યારે સરકારના મતે આ બિલ રાજ્યોના હિતોની રક્ષા અને 33% મહિલા અનામત માટે મહત્વપૂર્ણ6:22 PM IST
ભારતનો વિકાસ રથ ચીનથી માત્ર 15 વર્ષ પાછળ: 6.3% વૃદ્ધિ દર સાથે નવા યુગ તરફ કૂચ : પણ આ 5 મોટા પડકારો પાર કરવા પડશે : અર્થશાસ્ત્રી એલેક્સ તાબાર્રોકના વિશ્લેષણ મુજબ 2025 માં ભારતનો માથાદીઠ GDP (PPP) $10,039 પર પહોંચતા 2009 ના ચીન જેવી સ્થિતિ સર્જાઈ : અત્યંત ગરીબી 47.5% થી ઘટીને 2.6% થઈ : પરંતુ શ્રમ-જમીન સુધારા, સ્વચ્છ હવા, ઝડપી ન્યાયતંત્ર અને મજબૂત ઉત્પાદન ક્ષેત્ર વિના આગામી દોઢ દાયકાની સફર સરળ નહીં રહે6:12 PM IST
અવકાશમાં 'ત્રીજું નેત્ર' ખોલવાની તૈયારી: પાકિસ્તાન-ચીનના જાસૂસી નેટવર્ક સામે ભારત અવકાશમાં ઉતારશે 52 'આધુનિક જાસૂસ' ઉપગ્રહો : ચીન અને તુર્કીની મદદથી અવકાશ ક્ષમતા વધારી રહેલા પાકિસ્તાન સામે CDS જનરલ એન.એસ. રાજા સુબ્રમણીની લાલબત્તી: સરહદની પળેપળની હિલચાલ પર નજર રાખવા ભારત 2029 સુધીમાં SBS-3 પ્રોજેક્ટ હેઠળ લો-અર્થ ઓર્બિટમાં તૈનાત કરશે હાઈ-ટેક સેટેલાઈટ કાફલો6:05 PM IST
મદુરાઈની તિરુપ્પરંકુન્દ્રમ ટેકરી પર ઐતિહાસિક ક્ષણ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભક્તિમય માહોલમાં પ્રગટ્યો 'કાર્તિગાઈ દીપમ' : કડક સુરક્ષા બંદોબસ્ત અને CRPF-RAF ના જવાનો પર ભક્તોની પુષ્પવર્ષા વચ્ચે 50 શ્રદ્ધાળુઓની હાજરીમાં વિધિ સંપન્ન : "વેટ્રીવેલ, વીરવેલ" ના નાદથી ગુંજી ઉઠ્યું સમગ્ર પરિસર : નજીકની દરગાહમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ રહી બંદગી6:05 PM IST
કોવિડ રસી સંપૂર્ણ સુરક્ષિત ન્હોતીઃ આડઅસરો અવગણવામાં આવી'તી : પાંચ વર્ષ પછી થયો ખુલાસોઃ કોવિડ વેકસીનની સાઇડ ઇફેક્ટ હતીઃ માર્ક ઝુકરબર્ગનાં નિવેદનને મસ્કે આપ્યું સમર્થન ઝુકરબર્ગનો ધડાકોઃ અમેરિકામાં બાઇડેન સરકારે સાઇડ ઇફેક્ટને છુપાવવા દબાણ કર્યુ હતું: રસીને લઇને જુઠ્ઠુ બોલવામાં આવ્યું હતું3:46 PM IST
WWE સ્ટાર બ્રોનસન રીડનું ૩૮ વર્ષની વયે નિધન3:45 PM IST
ઇટાલીની શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ અને ૩૦% વિદેશી વિદ્યાર્થીઓની મર્યાદાઃ સંસદમાં ભારે હોબાળા વચ્ચે કાયદો પસાર : દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાય, સાયબર બુલિંગ સામે પગલાં અને શાળા છોડી જતા વિદ્યાર્થીઓને રોકવા જેવી બાબતોનો પણ સમાવેશ મેલોની સરકારના આકરા શિક્ષણ સુધારા કાયદા હેઠળ ચહેરો ઢાંકવા પર ૧,૦૦૦ યુરો સુધીનો દંડ અને વિદેશી વાલીઓ માટે ઇટાલિયન ભાષા શીખવાની જોગવાઈ 11:15 AM IST
વિશ્વના એક ડઝનથી વધુ દેશોમાં વિસ્થાપિત મહિલાઓના લગભગ અડધા આશ્રયસ્થાનો આર્થિક સહાયના અભાવે બંધઃ સંયુક્ત રાષ્ટ્રસંઘે ગંભીર ચિંતા વ્યક્ત કરી : યુદ્ધ, અપહરણ અને હિંસાનો ભોગ બનેલી મહિલાઓને આ કેન્દ્રોમાં માનસિક સહાય, સુરક્ષા અને અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતીઃ આશ્રયસ્થાનો બંધ થવાને કારણે શરણાર્થી મહિલાઓ અને બાળાઓ સામે જાતીય શોષણ તથા હિંસાનું જોખમ વધ્યું1:50 PM IST
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક આદેશને પગલે તમિલનાડુના તિરુપરંકુન્દ્રમના દીપસ્તંભ પર આજે પ્રગટશે પવિત્ર જ્યોત : મંદિરના ટ્રસ્ટી મંડળને સસ્પેન્ડ કરી બે નિવૃત્ત ન્યાયાધીશોને વહીવટ સોંપાયો : રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની આકરી ઝાટકણી: મુખ્ય સચિવ, પોલીસ વડા સહિત ૧૩ને અવમાનનાની નોટિસ : મંદિર અને દરગાહની સુરક્ષા સીઆરપીએફને સોંપાઈ : સિકંદર દરગાહથી ઓછામાં ઓછા ૫૦ મીટરનું અંતર જાળવીને શ્રદ્ધાળુઓને દીપ પ્રગટાવવાની છૂટ આપવામાં આવી: મુસ્લિમ શ્રદ્ધાળુઓને દરગાહમાં પ્રવેશ કરવા કે પ્રાર્થના કરવામાં કોઈ અવરોધ ન આવે તેની તકેદારી રાખવા પણ અદાલતે આદેશ આપ્યો9:39 AM IST
સબરીમાલા યાત્રા : ૪૧ દિવસના વ્રતનો મહિમા10:27 AM IST
સોના-ચાંદી બાદ પ્લેટિનમ પણ મોંઘું થયું10:13 AM IST
દિલ્હીમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકીની ધરપકડ : ગુજરાત સાથેના સંબંધોની તપાસ : દિલ્હી પોલીસની વિશેષ ટુકડીને સફળતા : પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાની સંડોવણીની શંકા : વડોદરામાં એકે ૪૭ રાઇફલ સાથે ઝડપાયેલા આસામના ૨૨ વર્ષીય મોહમ્મદ સહારુલ ઇસ્લામ કબીરુદ્દીન સાથે સંબંધ છે કે કેમ તેની તપાસ ચાલુ9:50 AM IST
અમેરિકાના પૂર્વ કિનારે 'થેંક્સગિવિંગ' વાવાઝોડાનો કહેર : ન્યૂયોર્ક સિટી અને ન્યૂ જર્સીમાં કટોકટી જાહેર : 9 રાજ્યોમાં 9.25 લાખથી વધુ ગ્રાહકો વીજળી વિના અંધારપટમાં : જુઓ વિડીયો : ભારે વરસાદ, પૂર અને 74 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનથી જનજીવન અસ્તવ્યસ્ત : મેરીલેન્ડમાં ઈમારતની છત ઉડી : રસ્તા પર પાણી ભરાતા વાહનોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ : ન્યૂયોર્કની પ્રખ્યાત મેસીઝ થેંક્સગિવિંગ પરેડ શનિવાર સુધી મોકૂફ10:54 PM IST
વરિષ્ઠ નેતા શરદ પવારને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી માઝગાંવ સ્થિત કેન્સર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા : ડિહાઇડ્રેશન બાદ દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા હવે મુંબઈના માઝગાંવમાં 'પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલ્કર હેડ એન્ડ નેક કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા'માં શિફ્ટ કરાયા11:11 PM IST
નવી મુંબઈમાં 20 કરોડના સોનાની સનસનાટીભરી લૂંટ : 55 વર્ષીય ચાલકને લોખંડના સળિયા વડે માર મારી 16 કિલો 400 ગ્રામ સોનું ભરેલી બેગ લૂંટી ચાર લૂંટારુ ફરાર : ઠાણે-બેલાપુર રોડ પરના શિરવણે-જુઈનગર એમઆઈડીસી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં પોલીસે ચારેય આરોપીઓની ઓળખ કરી : ગુનામાં વપરાયેલું વાહન અને હથિયારો કબજે કરી ક્રાઈમ બ્રાન્ચ તેમજ તુર્ભે પોલીસની ચાર ટીમો તપાસમાં લાગી11:21 PM IST
તમિલનાડુમાં દીપમ પર વિવાદ કેમ થયો? મંદિર અને દરગાહ વચ્ચે દીપથૂનનું રહસ્ય શું છે ? જાણો તેના ધાર્મિક મહત્વ વિશે : તમિલનાડુના તિરુપ્પરંકુન્દ્રમમાં કાર્તિગાઈ દીપમ પર વિવાદ મંદિર અને દરગાહ વચ્ચે કેમ થયો? દીપથૂનના ધાર્મિક મહત્વ, ભગવાન શિવના અગ્નિસ્તંભની વાર્તા અને સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની સંપૂર્ણ વાત 12:50 AM IST
દેશના વિવિધ ભાગોમાં હવામાનની પેટર્નમાં મોટો ફેરફાર : દક્ષિણ ભારતમાં માવઠા અને તેજ પવનો:ઉત્તર-પૂર્વમાં ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડીનો અહેસાસ : ઉત્તરઅને પૂર્વોત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટવાની ચેતવણી: દક્ષિણ આંદામાન સાગરમાં સંભવિત ચક્રવાતી ગતિવિધિને ધ્યાનમાં રાખીને ખાસ સાવચેતીના પગલાં લેવા સૂચના 12:18 AM IST
મહત્વના સમાચાર ઉપર એક નજર1:01 AM IST
મહત્વના સમાચાર 1:33 AM IST
તમિલનાડુના દીપાથૂન સ્તંભ પર ફરીથી દીપ પ્રગટાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હુંકાર : સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું - "ભગવાન મુરુગનનો જય હો" : સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર અને મંદિર સત્તાધીશોની ઝાટકણી કાઢી : ચીફ સેક્રેટરી, ડીજીપી અને મદુરાઈ કલેક્ટર સહિતના અધિકારીઓને અવમાનનાની નોટિસ : મંદિરના ટ્રસ્ટી મંડળને સસ્પેન્ડ કરી બે પૂર્વ જજની રિસીવર તરીકે નિમણૂક : સીઆરપીએફને સુરક્ષાની જવાબદારી11:11 PM IST
અકિલા સોશ્યિલ મીડિયામુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુરમાં ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટસનું લોકાર્પણ કર્યુ : રમણીય શિવરાજપુર બીચ ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા અંદાજિત રૂ.૧૦૨ કરોડથી વધુના ખર્ચે પ્રવાસન સુવિધાઓ વિકસાવાઈ : સાઈકલ ટ્રેક - સ્નોર્કલિંગ પ્લાઝા – પ્રોમોનેડ જેવા આકર્ષણો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટિઝ કામોના લોકાર્પણ6:44 PM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શ્રી દ્વારકાધીશજીનાં દર્શને:રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી : મુખ્યમંત્રીએ જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી:મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ જય દ્વારકાધિશ કહીને હાથ જોડીને કર્યુ2:39 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાફેશ્વરની ડુંગર તળેટીમાં યુવાઓ સાથે કર્યો સંવાદ:સ્થાનિક રોજગારને કેન્દ્રમાં રાખી હાફેશ્વર વિસ્તારને ટુરીઝમ ડેવલપમેન્ટ તરીકે વિકાસ કરાશે : માળખાકીય સુવિધાઓ નિર્માણ કરવાની સાથે આ વિસ્તારોમાં સ્વચ્છતા અને આતિથ્ય માટેના ઉચ્ચ માપદંડો સુનિશ્ચિત કરવા સ્થાનિકોને અપીલ:છોટા ઉદેપુરમાં પર્યટન વિકાસ દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા યુવાઓની ભૂમિકા મહત્વપૂર્ણ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી2:33 PM IST
રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭માં ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ: મહીસાગરની ટીમ પશ્ચિમ ઝોનમાં દ્વિતીય સ્થાને વિજેતા : મહીસાગરની ટીમ હવે રાષ્ટ્રીય કક્ષાએ કોલકાતામાં યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે:રાજ્યનાં વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધા માટે ટીમને શુભેચ્છા પાઠવી હતી.2:29 PM IST
સુરતમાં હેરોઇન, ગાંજા સપ્લાયરો પર ક્રાઇમ બ્રાન્ચ તુટી પડી... : ૧લી તારીખ સુધી રાહ જોવાના બદલે સીપી વાંબાગ જમીર, એડી. સીપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયાના નેતૃત્વ હેઠળની ટીમેં એસીપી કિરણ મોદીના સંક્લનમાં ટ્રેલર બતાવી મૂળ ફિલ્મ કેવી હશે તેનો સંકેત આપી દીધો... નેપાળ, મહારાષ્ટ્રના મૂળ વતનીઓ ૩૧ ડિસેમ્બર પહેલા પાર્ટીઓ માટે ડ્રગ્સ સપ્લાય કરે તે પહેલા pi આર. આઈ. જાડેજા, અને pi જીતેન્દ્ર ગોસ્વામી સ્ટાફે દબોચી લીધા...11:58 AM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટના હાફેશ્વર મહાદેવ મંદીરના દર્શન સાથે આજે દ્વિતીય દિવસના કાર્યક્રમનો કર્યો શુભારંભ : સંઘવીએ ભગવાન શિવની પૂજા અર્ચના કરી રાજ્યના નાગરીકોની સુખાકારી માટે પ્રાર્થના કરી:નાયબ મુખ્યમંત્રીને હાફેશ્વર ખાતે ટુરિઝમ ડેવલપમેન્ટના વિકાસ હેતુ માળખાકીય સુવિધાઓના અવકાશ અને આયોજનથી માહિતગાર કરાયા:હાફેશ્વર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વપૂર્ણ પ્રવાસન અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ2:34 PM IST
એકતાનગર ખાતે રૂ. 900 કરોડના ખર્ચે બનશે 'ગુજરાત વંદના મ્યુઝિયમ': ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, સમૃદ્ધ વારસા અને વિકાસયાત્રાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરશે : મ્યુઝિયમમાં ઓરિએન્ટેશન ગેલેરી, ઓડિટોરિયમ, ગૌરવ ગેલેરી, બાઉટીંફૂલ ગેલેરી, ઉત્સવ ગેલેરી જેવી વિવિધ સાત વિશેષ ગેલેરીઓ બનશે:ગુજરાતની શૌર્ય ગાથા, સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓના યોગદાન અને મહાગુજરાત ચળવળને ગેલેરીઓ દ્વારા સુંદર રીતે દર્શાવાશે: હોલોગ્રાફિક પ્રસ્તુતિઓ, અત્યાધુનિક ઉપકરણો, મોબાઈલ એપ્લિકેશન્સ તથા સ્માર્ટફોન સાથે સંકલિત ઇન્ટરએક્ટિવ પ્રોજેક્શનના ઉપયોગથી મુલાકાતીઓને વાસ્તવિક અનુભવ કરાવાશે2:31 PM IST
આતંકી પાકિસ્તાન નાસી જવા લોકલ કે અગાઉથી ગોઠવાયેલ સ્લીપર સેલ મદદ કરવાની હતી? : બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સાથે એરપોર્ટ અને હોટલ સહીત શંકાસ્પદ સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચ, sog ટીમો દ્વારા સઘન ચેકિંગ વડોદરાઃ આતંકી ઝડપાયાના પગલે એક્શનનું રીએક્શનઃ સીપી નરસિંહમાં કોમાર દ્વારા ડીસીપી અભીષેક ગુપ્તાના નેતળત્વમાં હાઈ લેવલ કમિટીની રચના2:59 PM IST
ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ‘સન્ડેઝ ઓન સાયકલ’ની ઐતિહાસિક 100મી આવૃત્તિની કાલે ભવ્ય ઉજવણી : રાષ્ટ્રીયકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પુણેના પિંપરી-ચિંચવડ ખાતે યોજાશે : અમદાવાદના કાંકરિયા ખાતે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ: વડોદરા, સુરત અને ભાવનગરમાં પણ યોજાશે કાર્યક્રમો : કૉમનવેલ્થ ગેમ્સ અને ઑલિમ્પિકના સપનાને સાકાર કરવાની દિશામાં ‘ફિટ ઇન્ડિયા-સન્ડેઝ ઓન સાયકલ’ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે4:10 PM IST
કવાંટમાં હીરા કારખાનાની મુલાકાતે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રત્નકલાકારો સાથે ઘંટી પર હાથ અજમાવ્યો : આદિવાસી વિસ્તારમાં સ્થાનિક રોજગારી અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા કારીગરો સાથે આત્મીય સંવાદ કર્યો, મહેનત અને કૌશલ્યની પ્રશંસા કરી અને યુવાનોને ઘરઆંગણે રોજગારી મળતી હોવાનું જણાવ્યું10:00 PM IST
રાજકોટની પી.ડી.યુ. અને ગોત્રીની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે કડક કાર્યવાહી : એન્ટી રેગિંગ કમિટી દ્વારા કુલ 19 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા : પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગની ફરિયાદ બાદ તાત્કાલિક બેઠક બોલાવી રાજકોટના 14 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય તેમજ હોસ્ટેલમાંથી અને ગોત્રીના 5 વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો આકરો નિર્ણય7:09 PM IST
રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવમાં ગુજરાતનો ડંકો : મહીસાગરની ટીમ પશ્ચિમ ઝોનમાં દ્વિતીય વિજેતા બની કોલકાતા ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચી : મુંબઈના નેહરુ સાયન્સ સેન્ટર ખાતે આધુનિક યુગની અંધશ્રદ્ધા નાટકે મેદાન માર્યું : હવે 6 જાન્યુઆરી 2027ના રોજ સાયન્સ સિટી કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે : વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ પાઠવ્યા અભિનંદન7:00 PM IST
સનાતન ધર્મની પરંપરા જાળવવા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનો અનુરોધ : અમદાવાદમાં રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને રામકથાનો લાભ : કાલ્પનિક ભગવાન, નકલી અવતારો અને ધર્મ-સંપ્રદાયમાં ઘૂસેલી વિકૃતિ સામે રોષ વ્યક્ત કરી પંચદેવ વંદનાનું મહાત્મ્ય સમજાવ્યું : નવરંગપુરાના કામનાથ મહાદેવ પરિસરમાં કથા પ્રસંગો દ્વારા સમાજને સંદેશા અપાયા4:06 PM IST
ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોમાં 1થી 25 ડિસેમ્બર દરમિયાન બે-બે સેવા દૂત અલ્પકાલીન વિસ્તારક તરીકે કાર્ય કરશે : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા - પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી : ભાજપાના ‘સેવા દૂત અભિયાન’ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતા અને પ્રદેશ સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં સુરતમા દક્ષિણ ઝોનની કાર્યશાળા : અલ્પકાલીન વિસ્તારકોને અભિયાન અંતર્ગત સેવા આધારિત જનસંપર્ક-સંગઠનાત્મક કામગીરી અંગે માર્ગદર્શન4:17 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટની મોટી ચીખલોડ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ સાથે પુલાવ, ઢેબરા, શાક અને સલાડનું ભાવપૂર્વક ભોજન ગ્રહણ કર્યું : વિદ્યાર્થીઓ પાસેથી ભોજનની ગુણવત્તા અને વાલીઓ પાસેથી શૈક્ષણિક કાર્યનો ફિડબેક લીધો : સૌએ શાળાની ભોજન પ્રાર્થના ગાઈને ભોજનની શરૂઆત કરીને શાળાની પરંપરાનુ પાલન કર્યું 3:06 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસની સમીક્ષા બેઠક યોજાઈ : ‘વહીવટી તંત્ર આપના દ્વારે’ અને ‘સશક્ત દીકરી - કલેક્ટર ઇન ક્લાસરૂમ’ જેવા નવતર અભિગમોની સરાહના કરી : છેવાડાના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને માળખાકીય સુવિધાઓ અંગે તાગ મેળવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : જિલ્લાની ભૌગોલિક, સામાજિક અને આર્થિક રૂપરેખા તેમજ વિવિધ વિભાગોની પ્રગતિ અંગેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ 3:21 PM IST
ગોકુલપરામાં છરીનો એક જ ઘા ઝીંકી જયેશ ચાવડાની હત્યા : જુઓ વિડીયો : શાંત ગણાતા રાજકોટ શહેરમાં વધુ એક હત્યાઃ થોરાળા અવધ પાર્કનો ૨૦ વર્ષનો યુવાન મિત્રો સાથે ફાકી ખાવા પાનના ગલ્લે ઉભો'તો ત્યારે બનાવ ધવલ ઉર્ફે ટકો મકવાણા અને જયવિન ગોહેલે અગાઉ વાહન સામે આવી જવા બાબતે થયેલીમાથાકુટનો ખાર રાખી પહેલા ગાળો દીધી, પછી ઢીકાપાટુ માર્યાઃ બાદમાં ધવલે છરીનો ઘા ઝીંક્યોઃ ધવલ ગુજસીટોકમાં સામેલ શામજી મકાનો સગામાં થતો હોવાનું મૃતકના સગાનું કથનઃ પીઆઇ એસ. પી. સોઢા અને ટીમે આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો2:55 PM IST
પડધરી તાલુકાના ફતેપર ગામની ખેતીની જમીન અંગે કરેલ રસ્તાની માંગણી માટે થયેલ રીવીઝન અરજી નામંજુર : ખેતીની જમીનમાં આવવા-જવા માટે બિનખેતી જમીનમાંથી કાયદેસરનો ગાડા માર્ગ મામલતદાર કોર્ટ એકટ હેઠળ મળી શકે નહી, - માત્ર સિવિલ કોર્ટ ને જ સતા અને અધિકાર છે કેસ રજીસ્ટરેથી કમી કરતો વધુ એક મહત્વનો ચુકાદો આપતા રાજકોટ પ્રાંત-ગ્રામ્ય અધિકારીશ્રી1:32 PM IST
જામનગર રોડ પરસાણાનગરમાં બેંક કર્મચારીના ટુવ્હીલરની સીટને અજાણ્યો શખ્સ સળગાવી ગયો : લંગડાતો ચાલતો કેપ્રી જેકેટ પહેરેલો શખ્સ કોણ? તે અંગે તપાસઃ અગાઉ પણ એક વખત વાહન સળગાવાયું હતું: પ્ર.નગર પોલીસે કમલેશભાઇ થારવાણીની ફરિયાદ પરથી તપાસ હાથ ધરી તસ્વીરમાં અગાઉ સળગાવી દેવાયેલુ કમલેશભાઇનું વાહન અને તાજેતરમાં ફરી એક શખ્સે બીજા વાહનને આગ ચાંપી તેના સીસીટીવીના દ્રશ્યો જોઇ શકાય છે 2:50 PM IST
રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા મિતાલીબેનના મોત મામલે રેલીઃકડક પગલાની માંગ : જુઓ વિડીયો : અંધારા રસ્તા અને જોખમી ગટરની કુંડીએ માસૂમ બાળકની માતાની છત્રછાયા છીનવી : જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે આકરી કાર્યવાહીની માંગ ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું: નિષ્પક્ષ તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી3:21 PM IST
પાણીપુરીવાળા મનોજભાઇનો મોબાઇલ કર્મચારી પુનિત ચોરી ગયો ને ઓનલાઇન ૫.૫૬ લાખ ઉપાડી લીધા! : ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાષાીનગરમાં બનાવઃ યુનિવર્સિટી પોલીસે તપાસ આદરી મનોજભાઇ અગાઉ મુંબઇ ધંધો કરતાં ત્યારે સાથે કામ કરતાં આકાશે પુનિત નામના શખ્સને કામ માટે મોકલ્યો હતોઃ એક જ દિવસ કામ કરી ભાગી ગયો3:45 PM IST
રાજકોટમાં ફિટનેસ ક્ષેત્રે નવો અધ્યાયઃ અત્યાધુનિક સુવિધાઓ : સાથે ‘ફલેક્સફિનિટી જીમ'ની ત્રીજી બ્રાન્ચનો કાલથી પ્રારંભ * મેયર ડો. નેહલભાઇ શુક્લના હસ્તે ઉદઘાટન *અમેરિકન ટેક્રોલોજીની મશીનરી, આઇસ બાથ, સેવન-ડી મસાજિંગ ચેર, આઇ મસાજર અને પ્રોટીન વેન્ડિંગ મશીન સહિતની વિશેષ સુવિધાઓથી લોકોને મળશે આધુનિક ફિટનેસનો અનુભવ * જીમના ઉદઘાટન વખતે સભ્ય બનનાર દરેકને એક સર્વિસ સરપ્રાઇઝ અને મોટું ડિસ્કાઉન્ટ અપાશે1:25 PM IST
રાજકોટ બાર એસો. દ્વારા મહિલા વકીલો અને કોર્પોરેટર વકીલોનો સન્માન સમારોહ યોજાયો : કાયદાના વિવિધ વિષયો ઉપર તજજ્ઞો દ્વારા કાનુની માર્ગદર્શન અપાયું: રપ વર્ષથી વધુ સમયની પ્રેકટીસ ધરાવતા મહિલા વકીલો સાથે કોર્પોરેટરો તરીકે ચુંટાયેલ વકીલોનું અદકેતરૂં સન્માનઃ બાર કાઉન્સીલના દિલીપ પટેલના માર્ગદર્શન હેઠળ બાર એસો. દ્વારા કાર્યક્રમનું ભવ્ય આયોજન3:27 PM IST
હાલારનું ગૌરવ વધારતા યુવા ઉદ્યોગપતિ જય મોરઝરિયાની રાષ્ટ્રીય સ્તરે વરણી : આરએસએસ પ્રેરિત યંગ એન્ટરપ્રેન્યોર્સ ફોર ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સંભાળી કમાન : યુવા ઉદ્યોગસાહસિકોને નવી દિશા, રોજગાર સર્જનને પ્રોત્સાહન અને ઉદ્યોગસાહસિકતા થકી રાષ્ટ્રનિર્માણના કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવા શુભેચ્છાઓનો વરસાદ : સમગ્ર હાલાર પંથકમાં ગૌરવની લાગણી6:11 PM IST
ગોંડલમાં દુકાનમાં ઘુસી તેલના વેપારીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા : મહાવીર ટ્રેડર્સ નામે દુકાન ચલાવતા ૬૧ વર્ષીય ભરતભાઇ ડાભીના મોઢાના ભાગે ગંભીર ઘા ઝીંકી હત્યારા ફરારઃ મૃતકનું બાઇક પણ ગાયબઃ લૂંટના ઇરાદે કે અન્ય કોઇ અંગત અદાવતના કારણે હત્યા? પોલીસે તપાસ હાથ ધરી રોજ રાત્રે ૧૦ વાગ્યે બંધ થતી દુકાન ૧૧.૩૦ વાગ્યા સુધી ખુલ્લી રહેતી પડોશીઓને શંકા જતા તપાસ કરતા ભરતભાઇની લોહી લોહાણા હાલતમાં લાશ મળી ગોંડલમાં હત્યાનો ભોગ બનનાર વેપારીની દુકાનમાંથી ત્રણેક લાખની રોકડ રકમ ભરેલો થેલો ગાયબઃ જયારે મૃતકના શરીરે સોનાના દાગીના એમને એમ છેઃ હત્યા લૂંટના ઇરાદે કે અન્ય કારણોસર? પોલીસ ગોટે ચડીઃ સીસીટીવી ફુટેજના આધારે પોલીસ તપાસનો ધમધમાટ12:03 PM IST
પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારોને છોડાવી સ્વદેશ પરત લાવવા માંગણી : ગીર સોમનાથ જિલ્લા ભાજપ (બક્ષીપંચ મોરચા)ના મહામંત્રી રસિકભાઇ ચાવડા દ્વારા નરેન્દ્રભાઇ મોદીને લેખિત રજૂઆત દરિયામાં કોઇ સ્પષ્ટ ભોૈગોલિક સીમા કે સંકેત ચિન્હો ન હોવાથી ભારે પવન અને મોંજા અને કેટલીક વખત ટેકનીકલ ખામીને લીધે ભારતીય માછીમારો બોટ સાથે અજાણતા જળ સીમા ઓળંગીને પાકિસ્તાનના દરિયામાં પ્રવેશી જાય છેઃ પાકિસ્તાન સ્થિત ભારતીય હાઇ કમિશનર મારફત ઉચ્ચસ્તરીય વાટાઘાટો કરી ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુકત કરાવવા તથા જપ્ત કરીને બોટ પરત અપાવવા માંગણી પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના જાફરાબાદ, ઓખા, કોડીનાર અને દીવ સહિત દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા ખારવા, કોળી અને અન્ય તટ્ીય માછીમાર સમુદાય પાકિસ્તાન મરીન દ્વારા વારંવાર જળસીમાએ ભારતીય માછીમારોની બોટ સાથે અપહરણથી વ્યથિતઃ રોજગારી ઉપર અસર10:57 AM IST
જામનગરમાં મિલકતવેરા વસૂલાત માટે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી, ત્રણ દિવસમાં અનેક મિલકતો પર કાર્યવાહી કરાઈ અને લાખો રૂપિયાની વસૂલાત થઈ : ૨૬ થી ૨૮ નવેમ્બર દરમિયાન ૪૧ મિલકતોની સ્થળ મુલાકાત લેવાઈ, ૩ મિલકતોએ ડ્યુ ડેટ ચેક આપ્યા, ૫ મિલકતોને સીલ કરાઈ, બાકી વેરો ન ભરનાર સામે પાણી કનેક્શન કાપવાની ચેતવણી અપાઈ7:58 PM IST
નેપાળમા ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નિર્મિત નીલકંઠ વર્ણી આશ્રમનું લોકાર્પણ : નેપાળના નાણામંત્રીની ઉપસ્થિતિ : જે સ્થળે ભગવાન સ્વામિનારાયણે અષ્ટાંગ યોગની વિદ્યા પ્રાપ્ત કરી હતી ત્યાં જ ધામનું નિર્માણ : મુક્તિનાથ, જોમસોમ, મોદીબેની, મહાશિલા અને ગોમતી ઘાટ સહિતનાં તીર્થસ્થળોએ સ્વામિનારાયણ ધર્મશાળાઓનું નિર્માણ9:43 AM IST
ચોટીલાના આપાગીગાના ઓટલા પાસે કાર હડફેટે માતા-પુત્રીના મોત : કુવાડવા કોલેજમાં અભ્યાસ કરતા પુત્રના પદવીદાન સમારોહમાંથી પરત ફરથી વખતે ઓડી કારના કહેરથી દુર્ઘટનાઃ સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નયનાબેન વસંતકુમાર દિક્ષીત અને અર્ચનાબેન અશ્વિનકુમાર જોશીના મોતથી અરેરાટીઃ વિકાસકુમાર વસંતલાલ દિક્ષીત ઇજાગ્રસ્ત12:17 PM IST
વેરાવળના સમુદ્ર હથેળી ઉપર તરશે ૨૨૦૦ ટનનું વિરાટ મહાકાય જહાજ : સાગર ખેડુ માછીમાર સમાજના ગૌરવમાં થશે વધારો : ૧૫૧ ફૂટ લંબાઈ, ૫૫ ફૂટ પહોળાઈ અને ૨૭ ફૂટ ઊંચાઈ ધરાવતું જહાજ સ્વદેશી રીતે અને સ્વરોજગારીથી નિર્માણ પામ્યું ૧૨ થી ૧૪ કરોડના ખર્ચે બનેલા જહાજમાં કિચન, એસી રૂમ, નાસ્તારૂમ અને સ્ટોરરૂમ સહિત ઘર જેવી તમામ સુવિધાઃ તૈયાર થયા બાદ ઓખા-દુબઈ-સોમાલિયા સહિત દેશ-વિદેશના કરશે ફેરા10:56 AM IST
AI સુરક્ષા અને માનવજાતના ભવિષ્ય પર સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: AIના કારણે 2027માં કોરોનાથી પણ વધુ મોત થઈ શકે તેવી ભયાનક ચેતવણી:3 મોટા ખતરાને જોતાં ઘરમાં 14 દિવસનું ભંડોળ રાખવાની સલાહથી વિશ્વભરમાં ભારે હાહાકાર : AI સંશોધક નિકોલા યુર્કોવિચના દાવાઓથી ટેક અને સુરક્ષા વર્તુળોમાં ખળભળાટ: AI બેકાબૂ બનવું, જૈવિક હથિયારોનું જોખમ અને મહત્ત્વપૂર્ણ માળખામાં ઘૂસણખોરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા તેજ: 14 દિવસનો ખોરાક-પાણી અને રોકડ સાચવવાની સલાહ વચ્ચે નિષ્ણાતોમાં પણ મતમતાંતરથી ભારે ચર્ચા અને ચકચાર6:32 PM IST
આંતરરાષ્ટ્રીય પર્યટન, દરિયાઈ સુરક્ષા અને વિદેશી પ્રવાસીઓના જીવ પર સૌથી મોટો અને હચમચાવી નાખે તેવો ધડાકો: સ્પેનના કેનરી આઈલેન્ડ નજીક મોટી દરિયાઈ દુર્ઘટના:પ્રવાસીઓને લઈ જતી બોટ પલટતાં 8 લોકોના કરુણ મોત થતા ભારે હાહાકાર : રજાઓ માણવા નીકળેલા પ્રવાસીઓની ખુશી માતમમાં ફેરવાઈ જતા સમગ્ર વિશ્વમાં અરેરાટી:શોક અને ખળભળાટ:કેનરી આઈલેન્ડના દરિયામાં બોટ પલટી ખાઈ જતા બચાવ કામગીરી માટે દોડધામ: દરિયાઈ મુસાફરીની સુરક્ષા અને સાવચેતી સામે ગંભીર સવાલો સાથે ભારે ચર્ચા અને ચકચાર6:33 PM IST
માનવતાવાદી કટોકટી અને યુએનની ચેતવણી પર સૌથી મોટો અને હચમચાવી નાખે તેવો ધડાકો: વિશ્વના 16 હોટસ્પોટ વિસ્તારોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસવાની ચેતવણી:યુદ્ધ, અલ નિનો અને સહાયમાં કાપથી ભયાનક સંકટ તોળાતા દુનિયાભરમાં ભારે હાહાકાર : ડિસેમ્બર 2026થી મે 2027 દરમિયાન 16 વિસ્તારોમાં ખાદ્ય સંકટ ઘેરું બનવાના એંધાણથી વૈશ્વિક સ્તરે ખળભળાટ: સુદાન, યમન, દક્ષિણ સુદાન, સોમાલિયા અને ઉત્તર નાઈજીરિયા સૌથી વધુ જોખમમાં:રાહત ભંડોળમાં ભારે ઘટાડા અને હવામાનના માર વચ્ચે લાખો લોકોના જીવ પર સંકટથી ભારે ચર્ચા અને ચકચાર6:34 PM IST
આરોગ્ય જગત અને ડાયેટ ટ્રેન્ડમાં સૌથી મોટો અને ચેતવણીરૂપ ધડાકો: સુપરફૂડ ગણાતી રાગી આ દર્દીઓ માટે બની શકે છે જોખમી:ખાતા પહેલા સાવચેતી ન રાખો તો વધી શકે છે મુશ્કેલી અને ભારે હાહાકાર : કેલ્શિયમ, ફાઈબર અને પોષકતત્ત્વોથી ભરપૂર રાગી એટલે કે નાગલી દરેક માટે ફાયદાકારક નથી તેવો તબીબી-પોષણ મત સામે આવતા આરોગ્ય વર્તુળોમાં ચર્ચા: કિડની, થાઈરોઈડ, પથરી કે પાચનની સમસ્યા ધરાવતા લોકોએ ડોક્ટરની સલાહ વિના વધુ પડતું સેવન ટાળવું જરૂરી હોવાની ચેતવણીથી સમગ્ર સમાજમાં ભારે ચર્ચા અને ચકચાર4:41 PM IST
મિડલ ઈસ્ટના યુદ્ધ, ગલ્ફ ક્ષેત્રની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારીમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: કુવૈતમાં ડ્રોન હુમલામાં 2 ઈટાલિયન નાગરિકોના મોત: ઈરાને આરોપો ફગાવતા મિડલ ઈસ્ટમાં ફરી ભારે ટેન્શન અને હાહાકાર : કુવૈતના સંરક્ષણ મંત્રાલયનો ઈરાની ડ્રોન હુમલાનો દાવો: ઈરાને ઘટનાને 'યુદ્ધ ભડકાવવાની શંકાસ્પદ રચના' ગણાવી હાથ ખંખેર્યા: એર ડિફેન્સ અને રડાર સિસ્ટમ સાથે જોડાયેલા બે ઈટાલિયન ટેકનિશિયન્સના મોતથી ઈટાલી સહિત વિશ્વભરમાં ખળભળાટ:કુવૈતી અને પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને ચકચાર4:39 PM IST
અમેરિકાના હવામાન અને થેંક્સગિવિંગની ઉજવણી પર સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: અમેરિકામાં ભીષણ વાવાઝોડાનો કહેર: સેંકડો ફ્લાઈટો રદ: લાખો ઘરોમાં વીજળી ગુલ થતાં ભારે હાહાકાર : પૂર્વ કિનારા સહિતના વિસ્તારોમાં ભારે પવન, વરસાદ અને પૂર જેવી સ્થિતિથી જનજીવન ખોરવાયું: તહેવારના ટાણે જ પ્રવાસીઓમાં ખળભળાટ: લાખો ગ્રાહકો અંધારપટમાં અને ન્યૂયોર્કની પ્રખ્યાત મેસીઝ થેંક્સગિવિંગ પરેડ પણ વાવાઝોડાના જોખમને પગલે મુલતવી રખાતા સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા અને ચકચાર4:38 PM IST
અફઘાનિસ્તાનની સ્થિતિ અને માસૂમ બાળકોના જીવ પર સૌથી મોટો અને હચમચાવી નાખે તેવો ધડાકો: અફઘાનિસ્તાનમાં સ્કૂલની નજીક ભીષણ વિસ્ફોટ: 6 માસૂમ વિદ્યાર્થીઓના કરુણ મોત અને 97થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા ભારે હાહાકાર : શાળાના પરિસર કે નજીક થયેલા ધડાકાથી નિર્દોષ બાળકોનો ભોગ લેવાતા સમગ્ર વિશ્વમાં અરેરાટી: શોક અને ખળભળાટ: ઈજાગ્રસ્તોની સંખ્યા 97ને પાર પહોંચતા હોસ્પિટલોમાં દોડધામ અને કટોકટી જેવી સ્થિતિ:સુરક્ષા વ્યવસ્થા અને નિર્દોષોની સુરક્ષા સામે ગંભીર સવાલો સાથે ભારે ચર્ચા અને ચકચાર6:32 PM IST
બ્રિટનના ટેક્નોલોજી જગત, ડિજિટલ પેમેન્ટ અને રિટેલ-ફૂડ સેક્ટરમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: બ્રિટનમાં એઆઈ એ જાતે પિત્ઝા ખરીદ્યા અને કાર્ડલેસ પેમેન્ટ પણ કરી બતાવતા દુનિયાભરમાં ભારે હાહાકાર : મશીન હવે માત્ર જવાબ નહીં પણ ઓર્ડર અને ચુકવણી પણ જાતે કરી રહ્યું હોવાથી ટેક અને બિઝનેસ વર્તુળોમાં ખળભળાટ:ફિઝિકલ કાર્ડ વિના એઆઈ એજન્ટ દ્વારા પિત્ઝા ખરીદી અને પેમેન્ટ પૂર્ણ થતા ઓટોમેશનના નવા યુગની ચર્ચા તેજ:સુરક્ષા અને નિયંત્રણ અંગે ભારે ચર્ચા અને ચકચાર6:33 PM IST
વાસ્તુશાસ્ત્ર, ઘરની સકારાત્મક ઊર્જા અને આર્થિક સમૃદ્ધિની માન્યતાઓને લઈને સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ઘરમાં આ એક ખાસ છોડ રોપવાથી અને યોગ્ય દિશામાં મૂકવાથી બેંક બેલેન્સ અને ધનમાં વૃદ્ધિ થતી હોવાની માન્યતાથી ભારે ચર્ચા : મની પ્લાન્ટ કે ક્રાસુલા જેવા છોડની યોગ્ય દિશા અને સંભાળને લઈને વાસ્તુ જગતમાં ભારે ઉત્સાહ અને ચર્ચા! માત્ર છોડ લગાવવાથી સીધા પૈસા આવતા નથી, પરંતુ સકારાત્મક વાતાવરણ, નિયમિત બચત અને યોગ્ય આયોજનથી જ આર્થિક સ્થિતિ મજબૂત બને તેવી વાસ્તવિકતા પર ભાર4:40 PM IST
બ્રિટનના ઈમિગ્રેશન, વિઝા નિયમો અને એનઆરઆઈ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: એક જ વર્ષમાં આશરે 85,000 ભારતીયોએ બ્રિટન છોડ્યું: વિદ્યાર્થીઓ અને વર્ક વિઝાધારકોમાં મોટો હિસ્સો અને ચીન 51,000 સાથે યાદીમાં બીજા ક્રમે આવતા ભારે હાહાકાર : બ્રિટનના ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના તાજા આંકડાથી હલચલ અને ખળભળાટ:કડક થતા વિઝા-ઇમિગ્રેશન નિયમો, કાયમી વસવાટ માટે લાંબી રાહ અને બદલાતી તકો વચ્ચે બ્રિટન છોડનારાઓમાં ભારતીયો મોખરે:તો બીજી તરફ નવા સ્ટડી અને વર્ક વિઝા પર આવનારા ભારતીયોનો આંકડો પણ મોટો હોવાથી ચર્ચા અને ચકચાર4:39 PM IST
ગોંડલના રીપોર્ટર રાજેશ પોપટનો કાલે જન્મદિવસ1:44 PM IST
દિનેશ મેરનો આજે જન્મદિવસ3:48 PM IST

















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી









































































































































































































