<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા દૂધ ખરીદ ભાવમાં રૂ.૨૦નો વધારો

પશુપાલકોના લાભાર્થે ગોરધનભાઈની જાહેરાત

રાજકોટ, તા.૨૮: દૂધ સંઘના અધ્‍યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્‍યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્‍પાદકોના આર્થિક અને સામાજીક હિતોને ધ્‍યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. ઘાસચારા અછત અને પશુઆહારના વધતા ખર્ચને ધ્‍યાનમાં રાખીને દૂધ ઉત્‍પાદકોને આર્થિક રીતે મદદ થવાના ઉદેશથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂ.૨૦/-નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.૮૯૦/- કરવા નિર્ણય નક્કી કરેલ છે.

અત્‍યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.૮૭૦/- ચુકવવામાં આવી રહયો છે. દૂધ સંઘ દ્વારા તા.૧.૧૨.૨૦૨૬ થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂ.૮૯૦/- ચૂકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્‍પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.૮૮૫/- ચૂકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ ૫૦ હજારથી વધારે દૂધ ઉત્‍પાદકોને આર્થિક ફાયદો થશે. તેમ શ્રી ગોરધનભાઈ ધામેલીયા જણાવે છે. (

(2:20 PM IST)