તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
HDFC બેંકના ગ્રાહકો માટે મોટો ફેરફાર: 1 જાન્યુઆરી 2027થી ₹500 સુધીના UPI પર SMS એલર્ટ બંધ
RBIની નવી માર્ગદર્શિકા મુજબ ₹500થી વધુના વ્યવહારો પર જ SMS ફરજિયાત; ઈ-મેઈલ અને એપ નોટિફિકેશન ચાલુ રહેશે

મુંબઈ : HDFC બેંકે પોતાના ગ્રાહકોને નોટિફિકેશન દ્વારા જાણ કરી છે કે પહેલી જાન્યુઆરી, 2027થી 500 રૂપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શન પર SMS એલર્ટ મોકલવાનું બંધ કરવામાં આવશે, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની નવી માર્ગદર્શિકા અનુસાર 500 રૂપિયાથી વધુના ઇલેક્ટ્રોનિક વ્યવહારો પર જ SMS ફરજિયાત રહેશે.
રોજિંદા જીવનમાં નાની રકમના ચુકવણી માટે UPIનો વ્યાપક ઉપયોગ થાય છે અને અત્યાર સુધી દરેક વ્યવહાર પર બેંક તરફથી SMS મળતો હતો, પરંતુ નવા નિયમ લાગુ થયા બાદ 100, 200 કે 500 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર મોબાઈલમાં બેંકનો SMS આવશે નહીં.
RBI દ્વારા જારી કરાયેલા નવા નિર્દેશો 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે, જેમાં 500 રૂપિયાથી વધુના દરેક ઇલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર તાત્કાલિક SMS એલર્ટ ફરજિયાત કરાયું છે, જ્યારે 500 રૂપિયા કે તેથી ઓછી રકમના વ્યવહારો પર SMS મોકલવો કે નહીં તે બેંકની નીતિ પર નિર્ભર રહેશે અને જો કોઈ બેંક મોકલે તો તેના માટે ગ્રાહક પાસેથી વધારાનો ચાર્જ લઈ શકશે નહીં.
HDFC બેંકે સ્પષ્ટતા કરી છે કે 500 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર SMS એલર્ટ બંધ થવા છતાં ગ્રાહકોને તમામ UPI વ્યવહારોના ઈ-મેઈલ એલર્ટ અગાઉની જેમ જ મળતા રહેશે.
આ ઉપરાંત બેંકની મોબાઈલ એપ અને UPI એપ્લિકેશન મારફતે પુશ નોટિફિકેશન દ્વારા પણ ગ્રાહકો પોતાના વ્યવહારોની માહિતી મેળવી શકશે, જેના માટે ખાતા સાથે સાચું ઈ-મેઈલ આઈડી અપડેટ રાખવું હિતાવહ ગણાયું છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
