<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ચુનારાવાડના ઇંટોના ધંધાર્થી રસિકભાઇ જાદવના એક્‍ટીવાની ડેકીમાંથી રોકડા ૩૦ હજારની ચોરી

લાપાસરી રોડ પર ભઠ્ઠા પાસે એકટ્‍ીવા પાર્ક કર્યુ હતું તેમાંથી રકમ ગાયબઃ ઇંટોના ભઠ્ઠાના મજૂરોને ચુકવવાની રકમ હતીઃ આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૭: શહરના લાપાસરી રોડ પર ઈંટના ભઠ્ઠા ધરાવતાં સંચાલકે ભઠ્ઠા પાસે પાર્ક કરેલા એક્‍ટિવાની ડેકીમાંથી મજૂરોને ચુકવણી માટે રાખેલા રૂા. ૩૦,૦૦૦ રોકડા કોઇ ચોરી જતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે દુધસાગર રોડ ચુનારાવાડ-૧માં રહેતાં રસિકભાઈ લાલજીભાઈ જાદવ (ઉ.વ.૫૯)ની ફરિયાદ નોંધી છે. તેઓ પોતાના પરિવાર સાથે રહે છે અને લાપાસરી રોડ પર ઇંટોના ભઠ્ઠા ધરાવે છે. તેઓ પોતાના પુત્ર સંદિપભાઈના નામનું એક્‍ટિવા જીજે૦૩કેડી-૨૫૯૯ વાપરે છે. ૨૩મીએ સવારે આશરે આઠેક વાગ્‍યાની આસપાસ તેઓ એક્‍ટીવા લઇ લાપાસરી રોડ પર આવેલા પોતાના ઇંટોના ભઠ્ઠા ખાતે ગયા હતા.

અહિ તેમણે એક્‍ટીવા પાર્ક કર્યુ હતું. તેની ડેકીમાં મજૂરોને ચુકવવા માટેના રૂા. ૩૦,૦૦૦ રાખ્‍યા હતાં. પણ સાંજે કામ પુરૂ થયે મજૂરોને પૈસા ચુકવવાના હોઇ તેમણે એક્‍ટીવાની ડેકી ખોલીને જોતાં તેમાં રકમ જોવા મળી નહોતી. કોઇએ ગમે તે રીતે ડેકી ખોલી આ રકમ ચોરી લીધાનું જણાયું હતું. ઘરમેળે તપાસ કર્યા બાદ આજીડેમ પોલીસને જાણ કરતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. એ. એચ. ગોહિલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:44 PM IST)