<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

હિન્‍દુ સેના ગુજરાતના અધ્‍યક્ષ પ્રતિક ભટ્ટનો કાલે જન્‍મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: હિન્‍દુ સેના ગુજરાતના અધ્‍યક્ષ તથા હિન્‍દુ સેનાની રાષ્‍ટ્રીય કારોબારીમાં મહત્‍વપૂર્ણ સ્‍થાન ધરાવતા પ્રતિક મહેશચંદ્ર ભટ્ટનો આવતીકાલે તા. ૨૯ નવેમ્‍બરના રોજ જન્‍મદિવસ છે. આ પ્રસંગે તેમને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, કાર્યકરો, મિત્રો અને શુભેચ્‍છકો તરફથી જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

પ્રતિક ભટ્ટે સામાજિક, ધાર્મિક, રાષ્‍ટ્રવાદી અને શૈક્ષણિક ક્ષેત્રે લાંબા સમયથી સક્રિય રહીને વિવિધ જવાબદારીઓનું સફળતાપૂર્વક નિર્વહન કર્યું છે. વિશ્વ હિન્‍દુ પરિષદ (વિ.હિ.પ.)માં ૧૩ વર્ષ સુધી અલગ-અલગ જવાબદારીઓ નિભાવી છે. જ્‍યારે બજરંગ દળમાં સૌરાષ્‍ટ્ર પ્રાંત સુધીની જવાબદારી સાથે કાર્ય કરીને સંગઠનાત્‍મક કામગીરીમાં યોગદાન આપ્‍યું છે.

આ ઉપરાંત સ્‍વદેશી જાગરણ મંચમાં જિલ્લા સ્‍તરે છ વર્ષ સુધી સંઘર્ષ વાહિનીના પ્રમુખ તરીકે સેવા આપી છે. હાલમાં મહાકાલ ગૌરક્ષા સંસ્‍થાનમાં મેનેજિંગ ટ્રસ્‍ટી તેમજ યશ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

વ્‍યવસાયે વકીલ એવા પ્રતિક ભટ્ટ પત્રકારત્‍વ અને મીડિયા ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે. તેઓ ૧૦ ન્‍યૂઝ ન્‍યૂઝ પેપર તેમજ ડિજિટલ મીડિયા નેટવર્કમાં માનદ તંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

આમ, સંગઠન, ગૌરક્ષા, સામાજિક સેવા, શિક્ષણ, કાયદા અને મીડિયા સહિતના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપનાર પ્રતિક ભટ્ટના જન્‍મદિવસ નિમિત્તે તેમના પર શુભેચ્‍છાઓનો વરસાદ થઈ રહ્યો છે. તેઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજસેવા તથા રાષ્‍ટ્રસેવાના કાર્યોમાં વધુ યશ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.(સંપર્કઃ૯૮૯૮૦૨૩૦૦૭)

(1:43 PM IST)