તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
આકાશ દીપનો ૫ વિકેટનો તરખાટ : ન્યુઝીલેન્ડ ૩૫૬ રનમાં સમેટાયું : ભારત ૧૧૬/૬
લાથન અને રચિન રવિન્દ્ર સહિત પાંચ શિકાર કર્યા : દિવસના અંતે ભારતીય બેટ્સમેનોનો સંઘર્ષ

નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ હેગલી ઓવલ ખાતે રમાઈ રહી છે. ટેસ્ટના બીજા દિવસે આકાશ દીપે શાનદાર બોલિંગ કરી, પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી. આ શાનદાર સ્પેલ સાથે, આકાશ ઝહીર ખાન, ઇશાંત શર્મા અને મદન લાલના ચુનંદા ક્લબમાં જોડાઈ ગયો છે. આકાશ દીપ પોતાની 31.1 ઓવરમાં 99 રન આપીને પાંચ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને આઉટ કર્યા. તે ન્યુઝીલેન્ડની ધરતી પર એક ઇનિંગમાં પાંચ વિકેટ લેનાર માત્ર પાંચમો બોલર બન્યો. તેની પહેલા ફક્ત ઝહીર ખાન, ઇશાંત શર્મા, મદન લાલ અને જવાગલ શ્રીનાથે જ આ સિદ્ધિ મેળવી છે. ઝહીરે ન્યુઝીલેન્ડમાં એક ઇનિંગમાં ચાર વખત પાંચ વિકેટ લીધી છે, જ્યારે ઇશાંત શર્માએ ત્રણ વખત આ સિદ્ધિ મેળવી છે. મદન લાલ અને જવાગલ શ્રીનાથે એક-એક વખત પાંચ વિકેટ લીધી છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ આકાશ દીપના શાનદાર સ્પેલની પ્રશંસા કરી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "ટેસ્ટમાં 5 વિકેટ લેવા બદલ આકાશદીપને અભિનંદન. તે એક મહેનતુ ક્રિકેટર છે. હજુ ઘણું બધું આવવાનું બાકી છે." આકાશદીપે પાંચ મોટી વિકેટ લીધી: ટોમ લાથન, રચિત રવિન્દ્ર, નાથન સ્મિથ, કાયલ જેમીસન અને મેટ હેનરી. આકાશદીપની શાનદાર બોલિંગને કારણે ભારતે પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડને 356 રનમાં ઓલઆઉટ કરવામાં સફળતા મેળવી.જોકે, પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમની સ્થિતિ પણ ખરાબ છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં, ટીમ ઇન્ડિયાએ માત્ર 116 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.ભારતની શરૂઆત નબળી રહી હતી, યશસ્વી જયસ્વાલ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. દેવદત્ત પડિકલ (21 રન) અને કેપ્ટન શુભમન ગિલ (17 રન) પણ બેટિંગમાં ખાસ અસર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કેએલ રાહુલ 80 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. ઋષભ પંતે 23 રનનું યોગદાન આપ્યું હતું. દરમિયાન, દિવસના છેલ્લા બોલ પર વોશિંગ્ટન સુંદર 10 રન બનાવીને આઉટ થયો હતો.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
