તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
એડનના અખાતમાં સશસ્ત્ર ચાંચિયાઓ દ્વારા કાર્ગો જહાજનું અપહરણ: UKMTO દ્વારા દરિયાઈ સુરક્ષા ચેતવણી જારી
યમનના બલહાફ કિનારા નજીક સવારે બનેલી ઘટના બાદ તપાસ શરૂ; એશિયા-યુરોપ વેપાર માર્ગ પર જોખમ વધ્યું

એડન : એશિયા અને યુરોપને જોડતા મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ પર સ્થિત એડનના અખાતમાં શનિવારે સવારે સશસ્ત્ર ચાંચિયાઓ દ્વારા એક કાર્ગો જહાજનું અપહરણ કરી કબજો લેવામાં આવ્યો છે, જેના પગલે યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ નજીકના જહાજોને સતર્ક રહેવા ચેતવણી જારી કરી છે.
UKMTOના જણાવ્યા અનુસાર, આ ઘટના યમનના બલહાફ કિનારાથી આશરે 119 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં બની હતી, જ્યાં 06:30 GMT વાગ્યે સશસ્ત્ર માણસો અચાનક જહાજમાં ચઢી ગયા અને સમગ્ર જહાજ પર કબજો જમાવી લીધો હતો.
શનિવારે સવારે કાર્ગો જહાજના કેપ્ટને UKMTOને રેડિયો સંદેશ મારફતે જહાજના અપહરણ અને સશસ્ત્ર ચાંચિયાઓ દ્વારા કબજો લેવાયાની જાણકારી આપી હતી.
ઘટના બાદ સંબંધિત સુરક્ષા એજન્સીઓએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને આ દરિયાઈ માર્ગેથી પસાર થતા તમામ નાના-મોટા કાર્ગો જહાજો માટે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
UKMTO દ્વારા શિપ કેપ્ટન અને ક્રૂ સભ્યોને સમુદ્રમાં કોઈપણ શંકાસ્પદ બોટ અથવા પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે લાલ સમુદ્ર અને એડનના અખાત વિસ્તારમાં દરિયાઈ વેપારની સુરક્ષા સામે ચિંતા વધી છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
