News of Saturday, 28th November 2026
સુરતમાં હેરોઇન, ગાંજા સપ્લાયરો પર ક્રાઇમ બ્રાન્ચ તુટી પડી...
૧લી તારીખ સુધી રાહ જોવાના બદલે સીપી વાંબાગ જમીર, એડી. સીપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયાના નેતૃત્વ હેઠળની ટીમેં એસીપી કિરણ મોદીના સંક્લનમાં ટ્રેલર બતાવી મૂળ ફિલ્મ કેવી હશે તેનો સંકેત આપી દીધો... નેપાળ, મહારાષ્ટ્રના મૂળ વતનીઓ ૩૧ ડિસેમ્બર પહેલા પાર્ટીઓ માટે ડ્રગ્સ સપ્લાય કરે તે પહેલા pi આર. આઈ. જાડેજા, અને pi જીતેન્દ્ર ગોસ્વામી સ્ટાફે દબોચી લીધા...

રાજકોટ, તા.૨૮: ૧લી ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશ શરૂ કરવાનું મુહૂર્ત જોયા વગર હર હંમેશ મોખરે રહેતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ સામેની ઝુંબેશ શરૂ કરી પોલીસ કમિશનર વ્હાંબાગ જમીર અને એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયાના નેતળત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. આઈ. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગોસ્વામી અને ટીમ દ્વારા ગાંજો અને હેરોઇન સપ્લાય કરતા પેડલરો સામે સપાટો બોલાવી મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા છે. શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબૂદ કરવા પોલીસ કમિશનરશ્રીએ “NO DRUGS IN SURAT CITY” અભિયાન શરૂ કર્યું છે. તે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે બે અલગ અલગ જગ્યાએ કાર્યવાહી કરી છે. કેસ નં. ૧: વેડ રોડ પરથી હેરોઇન ઝડપાયુંસીંગણપોર ચાર રસ્તા તરફથી વેડ દરવાજા તરફ જતા રોડ પર બહુચર માતાજી મંદિર ચોક પાસે જાહેર રોડ ઉપરથી ૩ ઇસમોને પકડી પાડ્યા છે.પકડાયેલા આરોપીઓઃ -વિશાલ સંજયભાઇ રાઠોડ, ઉ.વ. ૨૬, રહે. મકાન નં. ૧૧૬, રેલ રાહત કોલોની, ગોટાલાવાળી ટેનામેન્ટની પાછળ, સુમુલ ડેરી રોડ, કતારગામ, સુરતઅનિલ ઉર્ફે શિવરાજ તારા કસારા (નેપાળી), ઉ.વ. ૨૨, રહે. આકીમી મંઝીલ, વોચમેનની રૂમમાં, બેગમપુરા, મહિધરપુરા, સુરત, મૂળગામ - માલાખેતી ગામ, વોર્ડ નં. ૧૦, પોસ્ટ - માલાખેતી, જી. કૈલાલી (નેપાળ)રોશન S/O કિશન ઉર્ફે કેસ દમઇ, ઉ.વ. ૨૫, રહે. વાવ શેરી, અસારવા હોસ્પિટલની ગલીમાં, ભાડાના મકાનમાં, મહિધરપુરા, સુરત, મૂળગામ - ધનગઢીગામ, વોર્ડ નં. ૦૨, મીલન ચોકબજાર, તા.જી. કૈલાલી (નેપાળ)કબજે કરેલ મુદ્દામાલઃ-
હેરોઇન ૧૪.૭૭૭ ગ્રામ, કિં. રૂ. ૨,૯૫,૪૦૦/-
હોન્ડા એક્ટિવા, કિં. રૂ. ૧,૦૦,૦૦૦/-
મોબાઇલ ફોન નંગ-૪, કિં. રૂ. ૧,૦૦,૦૦૦/-
રોકડા રૂ. ૩,૮૭૦/- સાથેનું પર્સ
પેકીંગ મટીરીયલ ભરેલ પ્લાસ્ટીકના ડબ્બા નંગ-૨
પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ નંગ-૭
ચાવી નંગ-૧
કુલ કિં. રૂ. ૪,૯૯,૨૭૦/-આરોપીઓએ હેરોઇન વરાછા મીની બજાર ખાતે એક અજાણ્યા ઇસમ પાસેથી લાવેલ હોવાનું જણાવ્યું છે.ગુનાઃ- ચોક બજાર પો.સ્ટે. FIR No. ૧૧૨૧૦૦૧૨૨૬૧૫૬૩/૨૦૨૬, NDPS એક્ટ કલમ ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબકેસ નં.૨: ભાઠેના-૧ થી ગાંજો ઝડપાયોસલાબતપુરા ભાઠેના-૦૧, ગૌસીયા કબ્રસ્તાન સામે રોડ ઉપરથી એક પેડલરને ઝડપી પાડ્યો છે.પકડાયેલ આરોપીઃ- જબીર ઉર્ફે બાબા S/O હારૂન શેખ, ઉ.વ. આ. ૨૫, રહે. ઇબ્રાહીમ ઇસ્માઇલ પટેલના મકાનમાં, દરગાહવાળી ગલી, બિસ્મિલ્લાહ ચોક, રઝાનગર, ભાઠેના-૧, સુરત શહેર, મૂળ વતન ગેટ નંબર ૨૧૬, પ્લોટ નંબર ૨૦૦, હાજી અહમદપુરા, દયાને, માલેગાંવ, જી. નાશિક (મહારાષ્ટ્ર)કબજે કરેલ મુદ્દામાલઃ- ગાંજાનો જથ્થો ૯૭૭.૫ ગ્રામ, કિંમત રૂપિયા ૪૮,૮૭૫/, મોબાઇલ ફોન નંગ-૧, કિંમત રૂપિયા ૫,૦૦૦/, રોકડા રૂપિયા ૮૦/, એક્ટિવા મોપેડ નંબર GJ-૦૫-MF-૨૨૪૮, કિંમત રૂપિયા ૫૦,૦૦૦/ કુલ કિંમતઃ- રૂપિયા ૧,૦૩,૯૫૫/-વધુ તપાસમાં પકડાયેલ આરોપીને માલ આપનાર સેવન અંસારી, રહે. મિલન હોટલ નજીક, બસ સ્ટેન્ડ પાસે, માલેગાંવ, જી. નાશિક (મહારાષ્ટ્ર) ને વોન્ટેડ બતાવેલ છે.ગુનો - સલાબતપુરા પોલીસ સ્ટેશન, ગુ.ર.નં. ૧૧૨૧૦૦૫૫૨૬૧૮૮૧/૨૦૨૬, NDPS એક્ટ સને ૧૯૮૫ ની કલમ- ૮(સી), ૨૦(બી)(ii)(એ), ૨૯ મુજબબંને કેસમાં કુલ રૂ. ૬,૦૩,૨૨૫/- નો મુદ્દામાલ કબજે કરાયો છે. વધુ તપાસ સંબંધિત પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
