તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
ભૂપેન્દ્રભાઈ શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શનેઃ શિવરાજપુર બીચમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ
સુપ્રસિદ્ધ બ્લુ ફ્લેગ બીચ ખાતે ફેઝ-૧ અને ફેઝ-૨ના પ્રવાસી રૂા.૧૦૨.૬૮ કરોડના સુવિધાના કામો ખુલ્લા મુકાશેઃ દ્વારકાને મળશે પ્રવાસન ક્ષેત્રે નવી ભેટ

(વિનુભાઈ સામાણી-કૌશલ સવજાણી દ્વારા) દ્વારકા-ખંભાળિયા તા.૨૮: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે યાત્રાધામ દેવભૂમિ દ્વારકાની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ સૌપ્રથમ દ્વારકાધીશ જગતમંદિર ખાતે જઈ ભગવાન કાળિયા ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન-અર્ચન બાદ તેઓએ બ્લુ ફ્લેગ દરજ્જો ધરાવતા શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી જ્યાં પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસી સુવિધાઓના કામોનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે દ્વારકાથી ૧૦ કિ.મી. દૂર આવેલા સ્વચ્છ, સુંદર અને મનોહર શિવરાજપુર બીચને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે પ્રવાસન નિગમ દ્વારા ‘‘પ્રોવાઈડિંગ ટુરિસ્ટ ફેસિલિટી એટ શિવરાજપુર બીચ'' પ્રોજેક્ટ હેઠળ ફેઝ-૧ અને ફેઝ-૨ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ફેઝ-૧માં રૂ. ૨૩.૮૩ કરોડના ખર્ચે અરાઈવલ પ્લાઝા, તાોર્કલિંગ પ્લાઝા, સાયકલ ટ્રેક, પ્રોમેનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની સુવિધા, ર્પાકિંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, ઈલેક્ટ્રિક વર્ક, અંડરગ્રાઉન્ડ ટેન્ક અને સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા કામો હાથ ધરાયા હતા. ફેઝ-૨માં રૂ. ૭૮.૮૫ કરોડના ખર્ચે નવનિર્મિત ઈવેન્ટ ગ્રાઉન્ડ, એમ્ફીથિયેટર, ફોર્ટ રિસ્ટોરેશન, બોર્ડ વોક, લાઈફ ગાર્ડ ટાવર, વિવિધ ડેક, બીચ લાઈટિંગ, શૌચાલય, ચેન્જિંગ અને શાવર રૂમ, કિયોસ્ક, રેસ્ટોરન્ટ, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ, ઈરિગેશન વર્ક, હોર્ટિકલ્ચર વર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા અને સિકયોરિટી કેબિન જેવા વિકાસકાર્યો તૈયાર કરવામાં આવ્યા છે. આમ બંને ફેઝ મળી કુલ રૂ. ૧૦૨.૬૮ કરોડના વિકાસકાર્યોનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું છે મુખ્યમંત્રીની આ મુલાકાતને દ્વારકા તથા શિવરાજપુરના ધાર્મિક અને પ્રવાસન વિકાસની દિશામાં મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
