News of Saturday, 28th November 2026
કાલે થેલેસેમીક બાળકો - વાલીઓ માટે મેડીકલ માર્ગદર્શન કેમ્પ
સદ્દગુરૂ કલ્યાણ ફાઉન્ડેશન અને વિવેકાનંદ યુથ કલબ દ્વારા આયોજન હેમેટોલોજી અને થેલેસેમિયાના નિષ્ણાંત ડૉ. એમ.બી. અગ્રવાલ અને રાજકોટના તબીબો માર્ગદર્શન આપશે

રાજકોટ : સદ્દગુરૂ લોકકલ્યાણ ફાઉન્ડેશન અને વિવેકાનંદ યુથ કલબના સંયુકત ઉપક્રમે થેલેસેમીયા પીડિત બાળકો અને વાલીઓ માટે થેલેસેમીયા સારવારમાં પ્રગતિ, જીવનની આશા એ શીર્ષક હેઠળ મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પનું આયોજન તા. ર૯ રવિવારે સવારે ૯ કલાકેથી ૩-જનકલ્યાણ સોસાયટી, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
હેમેટોલોજી અને થેલેસેમિયા ક્ષેત્રના નિષ્ણાત ડો. એમ.બી. અગ્રવાલ વાત કરીએ તો મુંબઇના જાણીતા હેમેટોલોજિસ્ટ અને હેમેટો - ઓન્કોલોજીસ્ટ ડો. મોહન બી. અગ્રવાલ ભારતના રકતરોગ નિદાન, સારવાર, સંશોધન અને તબીબી શિક્ષણ ક્ષેત્રે લાંબા સમયથી મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
તેઓ બોમ્બે હોસ્પિટલ ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સિસમાં હેમેટોલોજી વિભાગના પ્રોફેસર અને વડા તરીકે કાર્યરત છે. આ ઉપરાંત મુંબઇની હિન્દુજા હોસ્પિટલ, લીલાવતી હોસ્પિટલ અને બ્રિચ કેન્ડી હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.
આ ઉપરાંત રાજકોટના જાણીતા હેમટોલોજિસ્ટ ડો. નિશાંત ઘરસંડીયા થેલેસેમીયા સારવારમાં નવીન પ્રગતિએ વિષય પર જાણીતા એન્ડોકોલોજીસ્ટ ડો. નિલેશ દેત્રોજા થેલેસેમીયામાં અંતઃષાાવી ગ્રંથિઓને લગતી જટિલતાઓએ વિષય ઉપર તેમજ લીવરના સ્પેશિયાલિસ્ટ ડો. પારસ ડી. શાહ, થેલેસેમીયામાં યકૃત અને પાચનતંત્રનું સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન આપશે.
કાર્યક્રમમાં સંસ્થા દ્વારા તમામ બાળકો અને વાલીઓ માટે ચા કોફી નાસ્તો તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે.
તમામ બાળકોને દાતાઓના સહયોગથી સ્મૃતિભેટ પણ આપવામાં આવશે. રિદ્ધિ સિદ્ધિ ફાર્મવાળા લવજીભાઇ પ્રજાપતિ તરફથી તમામ બાળકો વાલીઓને અમેરિકન મકાઇ નાસ્તો કરાવવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.
આયોજનની સફળતા માટે સદ્દગુરૂ લોકકલ્યાણ ફાઉન્ડેશનના રાજુભાઇ પોબારૂ, ડો. જનકભાઇ ઠક્કર, ડો. નિશાંત ચોટાઇ, ઉમેશભાઇ નંદાણી, કિશોરભાઇ કોટક, જીતુલભાઇ કોટેચા, પ્રદીપભાઇ જોબનપુત્રા, હિરેનભાઇ ખખ્ખર તેમજ વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી, મિતલ ખેતાણી, ડો. રવિ ધાનાણી સહિતના કાર્યરત હોવાનું યાદીમાં જણાવાયું છે.
કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે અનુપમભાઇ દોશી (મો. ૯૪ર૮ર૩૩૭૯૬), મિતલભાઇ ખેતાણી (મો. ૯૮ર૪રર૧૯૯૯), જીતુલભાઇ કોટેચા (મો. ૯૩૭૪૧પ૪૦૦૦), ડો. રવિ ધાનાણી (મો. ૭૦૧૬૯પ૩૩પ૧)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:30 PM IST)










