<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શ્રી દ્વારકાધીશજીનાં દર્શને:રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

મુખ્યમંત્રીએ જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી:મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ જય દ્વારકાધિશ કહીને હાથ જોડીને કર્યુ

ગાંધીનગર:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશજીના  દર્શન કરી ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ ભગવાન શ્રી દ્વારકાધીશજીના ચરણોમાં શીશ ઝુકાવીને રાજ્યના સર્વાંગી વિકાસ તેમજ સૌની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી
મુખ્યમંત્રીએ જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ જય દ્વારકાધિશ કહીને હાથ જોડીને કર્યુ હતું.
શ્રીદ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તેમજ પૂજારી દ્વારા મુખ્યમંત્રીનું દ્વારકાધીશની છબી અર્પણ કરીને તથા ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. 
આ વેળાએ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઈ બેરા અને પબુભા માણેક, અગ્રણી મયુરભાઈ ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી યશપાલ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા

(2:39 PM IST)