તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
ઉત્તર પ્રદેશમાં આગામી મુખ્યમંત્રી અંગે બ્રજેશ પાઠકનો ખુલાસો: કેન્દ્રીય નેતૃત્વ લેશે અંતિમ નિર્ણય, ત્રીજી ટર્મનો દાવો
2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી ચહેરાની અટકળો વચ્ચે નિવેદન; સપા-કોંગ્રેસ ગઠબંધનને પડકાર અને વિકાસ યોજનાઓના આધારે બહુમતીનો વિશ્વાસ

લખનૌ : ઉત્તર પ્રદેશમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપના આગામી મુખ્યમંત્રીના ચહેરા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે સ્પષ્ટતા કરી છે કે મુખ્યમંત્રીપદનો અંતિમ નિર્ણય પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ કરશે, જે સર્વમાન્ય રહેશે, સાથે જ તેમણે સતત ત્રીજી વખત પ્રચંડ બહુમતી સાથે સરકાર રચવાનો દાવો કર્યો છે.
2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અને સંભવિત નેતૃત્વ અંગેની અટકળો વચ્ચે બ્રજેશ પાઠકના આ નિવેદનને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગેનો નિર્ણય ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ કરશે અને પક્ષના કાર્યકરો તથા નેતાઓ માટે તે નિર્ણય સર્વમાન્ય રહેશે.
સમાજવાદી પક્ષ અને કોંગ્રેસના ગઠબંધનને પડકારતાં બ્રજેશ પાઠકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ સતત ત્રીજી વખત સ્પષ્ટ અને મજબૂત બહુમતી સાથે સત્તામાં વાપસી કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પક્ષને અસદુદ્દીન ઓવૈસીની જરૂર નથી અને સરકારની વિકાસલક્ષી યોજનાઓના આધારે તમામ સમાજનો ટેકો મળશે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
