તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
ગુજરાત બનશે દેશની પ્રથમ નેશનલ પબ્લિક પોલિસી કોન્ક્લેવનું યજમાન: ગાંધીનગરમાં 25 રાજ્યોના નીતિ ઘડવૈયાઓનું મંથન
3 અને 4 ડિસેમ્બરે આયોજન; વિકસિત ભારત@2047ના વિઝન માટે પુરાવા આધારિત નીતિ અને આંતર-રાજ્ય સહયોગ પર ચર્ચા, નીતિ આયોગના ટોચના નેતાઓ આપશે માર્ગદર્શન

ગાંધીનગર : ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (ગ્રિટ) દ્વારા નીતિ આયોગના સહયોગથી આગામી 3 અને 4 ડિસેમ્બર, 2026ના રોજ ગાંધીનગર ખાતે દેશની પ્રથમ 'નેશનલ પબ્લિક પોલિસી કોન્ક્લેવ-2026'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આયોજન સચિવો તથા સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન્સ ફોર ટ્રાન્સફોર્મેશનના વડાઓ ભાગ લેશે. પુરાવા આધારિત નીતિ ઘડતર, આંતર-રાજ્ય જ્ઞાનની આપ-લે અને સહયોગને મજબૂત બનાવી 'વિકસિત ભારત@2047'ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશથી આ બે દિવસીય મંચ તૈયાર કરાયો છે.
3 ડિસેમ્બરે કોન્ક્લેવના શુભારંભ પ્રસંગે નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. અશોક કુમાર લહેરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષીય સંબોધન આપશે; આ પહેલ નીતિ આયોગના સ્ટેટ સપોર્ટ મિશન હેઠળ રાજ્યોની નીતિગત સંસ્થાઓને સશક્ત બનાવવાના હેતુથી હાથ ધરાઈ છે.
કોન્ક્લેવમાં નીતિ આયોગના સભ્ય ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ, સીઇઓ અનુરાગ જૈન, ડૉ. હસમુખ અઢિયા, અમિતાભ કાંત, ડૉ. ઓ. પી. અગ્રવાલ અને મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરન સહિતના મહાનુભાવો સંબોધન કરશે, જ્યારે IIM અમદાવાદ, NCAER, LBSNAA અને સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ નોલેજ પાર્ટનર તરીકે જોડાયા છે.
4 ડિસેમ્બરે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા "વિકસિત ભારત@2047: રાજ્યોની નીતિઓ ભારતનું ભવિષ્ય કેવી રીતે ઘડશે" વિષય પર પ્લેનરી સંબોધન કરશે, ત્યારબાદ યોજાનારા ત્રણ થીમેટિક ટ્રેકમાં અમિતાભ કાંત ડેટા આધારિત નીતિ, ડૉ. ઓ. પી. અગ્રવાલ ક્રોસ-સેક્ટર સંકલન અને ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ જેન્ડર, દિવ્યાંગતા અને સર્વસમાવેશક નીતિ ઘડતર પર મંથન કરશે.
સમાપન સત્રમાં નીતિ આયોગના સીઇઓ અનુરાગ જૈન અને મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરન વિશેષ સંબોધન આપશે, જેના થકી નીતિ ઘડતરના સિદ્ધાંતોનું અમલીકરણ, નિષ્ણાત નેટવર્ક અને ઇક્વિટી-બાય-ડિઝાઇન અભિગમને બળ મળશે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
