<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પ્રથમવાર લોકપાલ તરીકે ડો.રાજેશ કાલરીયાની નિમણુંક

બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની બેઠકમાં પેનલમાંથી ડો.રાજેશ કાલરીયાની પસંદગી થઇ

રાજકોટ તા.૨૮: ગુજરાત રાજયમાં આવેલી વિવિધ યુનિવર્સીટીઓમાં શૈક્ષણીક વહીવટી કાર્ય નિયમ મુજબ ચાલે તે માટે સર્વોચ્‍યપદ લોકપાલની જોગવાઇ રહી છે. આ જોગવાઇ મુજબ નવી શિક્ષણનિતી અનુસાર મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીમાં સોૈ પ્રથમવાર લોકપાલ તરીકે નિમણુંક આપવામાં આવી છે. કાર્યદક્ષ કુલપતિ ડો.ભરત રામાનુજના નેતૃત્‍વમાં અનેક ઐતિહાસીક અને સિમાચિન્‍હરૂપ કાર્ય થઇ રહયા છે.

ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રે સર્વસ્‍વિકૃત અને સ્‍વચ્‍છ પ્રતિભા ઘરાવતા રાજકોટની કણસાગરા મહિલા કોલેજના પુર્વ પ્રિન્‍સીપાલ ડો. રાજેશ કાલરીયાની મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીમાં પસંદગી કરવામાં આવ્‍યા છે.

મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની મહત્‍વપુર્ણ સભા સરદાર વલ્લભભાઇ પટેલ કેમ્‍પસમાં કુલપતિ ડો. ભરત રામાનુજના અધ્‍યસ્‍થાને યોજાઇ હતી. આ સભામાં યુનિવર્સીટીના વહીવટી - શૈક્ષણીક કાર્ય માટે અનેક નિર્ણયો થયા જેમાં યુજીસી અંતર્ગત કલમ પ૦(પ) મુજબ સર્ચ કમિટીની બેઠકમાં નકકી થયેલ પેનલમાંથી પ્રો. રાજેશભાઇ કાલરીયાની યુનિવર્સીટીના લોકપાલ તરીકે નિયુકિત કરવામાં આવી છે. લોકપાલ તરીકે પસંદગી પામેલ ડો. રાજેશ કાલરીયા માત્ર રાજકોટ જ નહી ગુજરાતભરમાં ઉચ્‍ચશિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. રાજકીય સામાજીક તેમજ શૈક્ષણીક ક્ષેત્રે ડો. રાજેશ કાલરીયાની નિષ્‍ઠા અને સ્‍પષ્‍ટ વિચારક તરીકે અનેક કાર્યોમાં મહત્‍વની ભુમીકા રહી છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં એક દાયકા સુધી એકેડેમીક ઓફીસર તરીકે યશસ્‍વી કાર્યની નોંધ આજે લેવાઇ રહી છે

(3:44 PM IST)