<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

આતંકી પાકિસ્‍તાન નાસી જવા લોકલ કે અગાઉથી ગોઠવાયેલ સ્‍લીપર સેલ મદદ કરવાની હતી?

બોમ્‍બ સ્‍કોડ, ડોગ સ્‍કોડ સાથે એરપોર્ટ અને હોટલ સહીત શંકાસ્‍પદ સ્‍થળો પર ક્રાઇમ બ્રાન્‍ચ, sog ટીમો દ્વારા સઘન ચેકિંગ વડોદરાઃ આતંકી ઝડપાયાના પગલે એક્‍શનનું રીએક્‍શનઃ સીપી નરસિંહમાં કોમાર દ્વારા ડીસીપી અભીષેક ગુપ્તાના નેતળત્‍વમાં હાઈ લેવલ કમિટીની રચના

રાજકોટ તા. ગુજરાત એટીએસ દ્વારા વડોદરામાંથી પકડાયેલ આરોપી વડોદરા એરફોર્સનો ખાત્‍મો બોલાવી દિલ્‍હીથી પકડાયેલ આતંકવાદીની મદદથી પાકિસ્‍તાન નાશી છૂટવાનો પ્‍લાન ગોઠવ્‍યો હોવાનું પ્રાથમિક પૂછપછમાં બહાર આવ્‍યાના પગલે ગુજરાતમાં કોઈ અન્‍ય પાકિસ્‍તાની સ્‍લીપર સેલ કે બીજા કોઈ લોકલ રહેવાસીઓની મદદ  મળી છે કે તેવા ચોંકાવનારા ઘટસ્‍ફોટ થશે તેમ સૂત્રો જણાવે છે.

દરમિયાન CBI બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા આતંકી AK-47 સાથે ઝડપાવવા સાથે ટાર્ગેટ એરફોર્સ સ્‍ટેશન હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્‍ચ, sog, બોમ્‍બ સ્‍કોડ, ડોગ સ્‍કોડ સાથે એરફોર્સનો આખો વિસ્‍તાર ઉપરતળે કરાવી નાખ્‍યો છે.

આખી ઘટનાની તપાસ કરવા માટે ડીસીપી ઝોન-૩ અભિષેક ગુપ્તાના નેતળત્‍વમાં વિશેષ ટીમો બનાવી છે. અત્રે એ યાદ રહે કે, આતંકી મોહમ્‍દનો ઈરાદો એરફોર્સ સ્‍ટેશનના ગેટ પર હુમલો અને અંધાધૂધ ગોળીબાર કરવાંનો હતો, જે બાબતની ચાડી ખાતા પોસ્‍ટર મોબાઈલમાંથી મળ્‍યા છે.

રીમાન્‍ડ દરમિયાન તેના લોકલ કોન્‍ટેક્‍ટ અને સ્‍લીપર સેલ અગાઉથી ગુજરાતમાં ધામા નાખ્‍યા છે કે કેમ? તે સહીત વિવિધ બાબતો બહાર આવશે. આ બાબતે લોકલ લેવલે તપાસ ચાલી રહી છે.

(2:59 PM IST)