તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
ભાવનગરમાં કપાસ વચ્ચે છૂપી ગાંજાની ખેતી ઝડપાઈ: ₹50 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપી પકડાયા
કળમોદર ગામે 100.21 કિલો ગાંજાના 161 છોડ અને ઘોઘારોડમાં 93 ગ્રામ સૂકો ગાંજો જપ્ત; નાર્કોટિક્સ સામે પોલીસની સઘન ઝુંબેશ

ભાવનગર : ભાવનગર પોલીસે 'નો ડ્રગ્સ ઇન ભાવનગર, ડ્રગ્સ ફ્રી ભાવનગર' સૂત્ર હેઠળ નાર્કોટિક્સ સામે ચલાવેલી સઘન ઝુંબેશ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરીને ₹50 લાખથી વધુની કિંમતનો ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કળમોદર ગામે કપાસના પાક વચ્ચે છૂપી રીતે વાવેતર કરાયેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જ્યારે ઘોઘારોડ વિસ્તારમાં પણ સૂકા ગાંજા સાથે એક શખ્સ પકડાયો હતો.
કળમોદર ગામે કપાસના પાક વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના 161 છોડ જપ્ત કરાયા હતા, જેનું વજન 100.21 કિલો અને અંદાજિત કિંમત ₹50 લાખ 10 હજાર આંકવામાં આવી છે, તેમજ આ મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 93 ગ્રામ સૂકો ગાંજો, જેની કિંમત ₹4,650 થાય છે, તે કબજે કરીને એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
યુવાનોને માદક પદાર્થો અને NRx ડ્રગ્સ જેવા વ્યસનમાંથી બહાર લાવવા તથા રિહેબિલિટેશન માટે 'ઓપરેશન સંકલ્પ' હેઠળ 'સંકલ્પ' એપ્લિકેશન લોંચ કરાઈ છે, જ્યારે 2026માં NDPS એક્ટ હેઠળ 35 કેસ અને NRx ડ્રગ્સના 16 કેસમાં 46 આરોપીઓ પાસેથી 4,588 કોડેઇન બોટલ સહિતનો જથ્થો ઝડપાયો હતો.
પોલીસ તંત્ર દ્વારા 2020થી ચાલુ વર્ષ સુધી નોંધાયેલા 130 કેસના 277 આરોપીઓની યાદી તૈયાર કરીને જેલમાંથી છૂટેલા શખ્સોની વર્તમાન પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
