News of Saturday, 28th November 2026
શ્રી મોઢ વણિક મિત્ર મંડળ-રાજકોટ દ્વારા સ્નેહમિલન, સુફી કલબીંગ લાઈવઃ ત્રિવિધ કાર્યકમ

રાજકોટઃ શ્રી મોઢ વણિક મિત્ર મંડળ, રાજકોટ દ્વારા નુતન વર્ષનું સ્નેહમિલન, ભોજન સમારંભ સાથે જેમીંગ ભજન અને સુફી કલબીંગ સાથે ભક્તિમય વાતાવરણ સાથે ત્રિવિધ કાર્યક્રમ યુવિએમસી પાર્ટી લોન, ન્યારી ડેમ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ.મંડળના સભ્ય પરિવારને શબ્દોપુષ્પ વડે પ્રમુખશ્રી પ્રનંદભાઈ કલ્યાણી એ સર્વની ઉપસ્થિતિને આવકારેલ પ્રસ્તુતીમાં કલાકાર શ્રી શ્યામભાઈ ધામેચા, શ્રી કંદર્પ શુકલ, શ્રી પ્રિયકભાઈ ભટ્ટ અને તેમની વિશાળ ટીમે રજુ કરેલ.આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રમુખ પ્રનંદભાઈ કલ્યાણી, ટ્રેઝરર હિરેનભાઈ કલ્યાણી, કાર્યવાહક કમીટીના સભ્ય મનિષભાઈ પટેલ, ગોપીભાઈ પટેલ, ધર્મેશભાઈ જીવાણી, પ્રકાશભાઈ કલ્યાણી, દિપકભાઈ કલ્યાણી, સંજયભાઈ ગાંધી, મનોજભાઈ અંબાણી, ધર્મેશભાઈ કલ્યાણી, પ્રકાશભાઈ ગાંગડીયા, સાગરભાઈ પટેલ, મોહિતભાઈ રાઠોડ,પ્રશાંતભાઈ ગાંગડીયા, વિશાલભાઈ ભાડલીયાએ સેવા આપેલ. -પ્રચાર પ્રસાર સેવા શ્રી અશ્વિનભાઈ પટેલએ પુરી પાડેલ. એન્કરીંગ ગોપિભાઈ પટેલએ કરેલ. કાર્યક્રમનું સંચાલન મિનીષભાઈ પટેલ, ધર્મેશભાઈ જીવાણી, ધર્મેશભાઈ કલ્યાણીએ સંભાળેલ તેમ મંડળના પ્રમુખશ્રી પ્રનંદભાઈ કલ્યાણીની યાદીમાં જણાવાયું છે. (મો.૯૮૨૫૨ ૮૯૧૪૨)
(3:29 PM IST)










