તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 29th November 2026
વરિષ્ઠ નાગરિકોને FD પર 8.6% સુધી વ્યાજની તક: સ્મોલ ફાઇનાન્સ અને ખાનગી બેંકોની સરખામણીએ સરકારી બેંકોની સ્થિતિ કેવી?
ઇક્વિટાસ અને ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક 8.60% સુધી વ્યાજ આપી રહી છે; સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 7.50% દર સાથે આગળ

મુંબઈ, તા. ૨૮: શેરબજારની અસ્થિરતા વચ્ચે સુનિશ્ચિત વળતર માટે ફિક્સ ડિપોઝિટ (FD) તરફ વળી રહેલા વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ બેંકો આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે, જેમાં કેટલીક સ્મોલ ફાઇનાન્સ બેંકો 8.6% સુધી વ્યાજ આપી રહી છે.
અહેવાલ મુજબ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકો માટે 8.60% સુધીનો વ્યાજ દર આપી રહી છે, જેમાં ઇક્વિટાસ 3 વર્ષની FD પર 8.6% દર ઓફર કરે છે, જ્યારે સૂર્યોદય અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક 8.50%, જાના સ્મોલ ફાઇનાન્સ બેંક 3 વર્ષની FD પર 8.3%, શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક 23થી 27 મહિનાની FD પર 8.25% અને AU સ્મોલ ફાઇનાન્સ બેંક 30 મહિના 1 દિવસથી 36 મહિનાની FD પર 7.9% વ્યાજ આપી રહી છે.
ખાનગી ક્ષેત્રની બેંકોમાં પણ વરિષ્ઠ નાગરિકોને આકર્ષક વળતર મળી રહ્યું છે, જેમાં યસ બેંક 8%, બંધન બેંક 7.95%, ઇન્ડસઇન્ડ બેંક 7.85%, RBL બેંક 18 મહિનાથી 2 વર્ષ અને 3 દિવસથી ઓછી મુદતની FD પર 7.8% તેમજ સિટી યુનિયન બેંક (556 દિવસથી 3 વર્ષ) અને IDFC ફર્સ્ટ બેંક (500 દિવસથી 2 વર્ષ) 7.5% વ્યાજ દર ઓફર કરી રહી છે.
બીજી તરફ જાહેર ક્ષેત્રની બેંકોની વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 2222 દિવસથી 3333 દિવસ સુધીની FD પર વરિષ્ઠ નાગરિકોને 7.50% વ્યાજ આપી રહી છે, જ્યારે ઉપલબ્ધ ડેટા મુજબ અન્ય કોઈ સરકારી બેંક આવા ઊંચા વ્યાજ દરો ઓફર કરતી નથી.
સામાન્ય નાગરિકોની સરખામણીએ વરિષ્ઠ નાગરિકોને FD પર વધુ વ્યાજ મળતું હોવાથી નિવૃત્ત અને વયસ્ક રોકાણકારો મુદત, જોખમ અને વ્યાજ દરની સરખામણી કરીને નિર્ણય લઈ રહ્યા છે.
હવે બેંકોના FD વ્યાજ દરોમાં આગામી ફેરફારો, રોકાણકારોના વલણ અને બચત યોજનાઓની સ્થિતિ પર સૌની નજર રહેશે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
