તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
કેશોદના કોયલાણા ગામે દીપડાનો હુમલો: ખેતરમાં કામ કરતા ખેડૂત ગંભીર રીતે ઘાયલ, પંથકમાં ફફડાટ
ખેડૂત ગંભીરસિંહ રાયજાદાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા; વાડી વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરા મૂકવાની ગ્રામજનોની માંગ

કેશોદ : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામે વાડીમાં કામ કરી રહેલા ખેડૂત ગંભીરસિંહ રાયજાદા પર દીપડાએ અચાનક હુમલો કરીને તેમને ગંભીર રીતે ઘાયલ કરતાં સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રસ્તાને કાંઠે આવેલી વાડીમાં અચાનક આવી ચડેલા દીપડાના હુમલા બાદ ઈજાગ્રસ્ત ખેડૂતને પ્રાથમિક સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ખેડૂતના જણાવ્યા મુજબ તેઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે રસ્તા પરથી અચાનક આવી ચડેલા દીપડાએ તેમના પર હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી.
બનાવ બાદ ઈજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક કેશોદની સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા અને સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે વાડી વિસ્તાર નદી કાંઠે આવેલો હોવાથી અગાઉ પણ અહીં દીપડાની અવરજવર રહેતી હતી અને આ વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે.
દીપડાના ભયના કારણે ખેડૂતો ખેતરમાં કામ કરવા જવાથી ખચકાઈ રહ્યા છે, જેના કારણે ખેતીના પાકને પણ નુકસાન પહોંચવાની સ્થિતિ સર્જાઈ છે.
હવે વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે તાત્કાલિક પાંજરા ગોઠવવાની ગ્રામજનોની માંગણી પર તંત્રની કાર્યવાહી પર સૌની નજર રહેશે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
