તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
૯.૬૮ લાખના માદક પદાર્થના ગુનામાં ફરાર અમદાવાદનો પ્રવિણ ઉર્ફે પવો ઝડપાયો
પેરોલ ફર્લો સ્કવોડના પીઆઇ પી.એન. પઢીયાર, પીએસઆઇ એસ.બી. ઘાસુરા સહિતની ટીમે અમદાવાદથી પકડી પૂછતાછ શરૂ કરી

રાજકોટ તા.૨૮: શહેરના રૂા.૯.૬૮ લાખના માદક પદાર્થના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે અમદાવાદથી ઝડપી લઇ પૂછતાછ શરૂ કરી છે.
જણાવ્યા મળ્યા મુજબ જંકશન પ્લોટમાં લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં પારસ એપાર્ટમેન્ટમાં રહેતા ફલેટમાં એસઓજીએ પાંચેક માસ પહેલા દરોડો પાડી પ.૭૧ લાખના એમ.ડી. ડ્રગ્સ, ૨.૮૦ લાખના હાઇબ્રીડ ગાંજા, ૮૬ હજારના સુકાગાંજા, ૨૪ હજારના ચરસ સહિત રૂા.૯.૬૮ લાખના મુદામાલ સાથેએક શખ્સને પકડી તેની અને એક ફોન નંબર ધારક સામે પ્ર નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો આ ગુનામાં નાસતા ફરતા આરોપી પ્રવિણ ઉર્ફે પવો વસંતભાઇ પરબ (ઉ.વ.૪૮ રહે અંબીકા પાર્ક કો. ઓ. હા. સોસાયટી નવા નરોડા, અમદાવાદ)ને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે અમદાવાદમાં તેના ઘર પાસેથી પકડી વધુ તપાસ માટે પ્ર નગર પોલીસને સોપવા તજવીજ હાથધરી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર પી.એન. પઢિયાર તથા પો. સબ. ઇન્સ. એસ.બી. ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ તથા પો. હેડ કોન્સ. રાજદીપસિંહ ચોૈહાણ, જયેશભાઇ ચોસલા, રણછોડભાઇ આલ, શિવભદ્રસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, તથા પો. કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા શાંતુબેન મુળીયા તથા આ. પો. કોન્સ. યોગેશ આદ્રોજા તથા ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે કરી હતી
(3:00 PM IST)










