તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
વિદેશી હૂંડિયામણમાં ૪૧,૨૯૨ કરોડનો ઘટાડો
સોનાના ભાવ ઘટી ગયા એટલે દેશનું વિદેશી હૂંડિયામણ ૪૧,૨૯૨ કરોડ રૂપિયા (૪.૪૪ અબજ ડોલર) ઘટીને ૬૫.૧૮ લાખ કરોડ રૂપિયા (૭૦૦.૯૦ અબજ ડોલર) રહ્યું હતું

નવી દિલ્હી,તા.૨૮: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટવાની સીધી અસર ભારતના વિદેશી હૂંડિયામણ પર પડી છે. ૨૦ નવેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં દેશનું વિદેશી હૂંડિયામણ ૪૧,૨૯૨ કરોડ રૂપિયા (૪.૪૪ અબજ ડોલર) ઘટીને ૬૫.૧૮ લાખ કરોડ રૂપિયા (૭૦૦.૯૦ અબજ ડોલર) રહ્યું હતું. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ સોનાના ભંડારના મૂલ્યમાં થયેલો ઘટાડો છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ શુક્રવારે ૨૭ નવેમ્બરે જાહેર કરેલા આંકડા મુજબ દેશના સોનાના ભંડારનું મૂલ્ય ૩૮,૧૩૦ કરોડ રૂપિયા (૪.૧૦ અબજ ડોલર) ઘટીને ૮.૭૯ લાખ કરોડ રૂપિયા(૯૪.૫૨ અબજ ડોલર) થયું છે. બીજી તરફ વિદેશી ચલણના ભંડારમાં ૨૪૭૩.૮૦ કરોડ રૂપિયા (૨૬૬ મિલ્યન ડોલર)નો સામાન્ય ઘટાડો થતાં એ ૫૪.૨૪ લાખ કરોડ રૂપિયા (૫૮૩.૧૯ અબજ ડોલર) રહ્યો છે.
આર્થિક નિષ્ણાતોના મતે ડોલર સામે રૂપિયાને વધુ તૂટતો અટકાવવા ય્ગ્ત્એ બજારમાં ૯,૩૦૦ કરોડ રૂપિયા (૧ અબજ ડોલર)નું વેચાણ કર્યું હતું. જોકે યુરો અને પાઉન્ડ જેવા અન્ય વિદેશી ચલણોના મૂલ્યમાં વધારો થતાં આ ઘટાડાની અસર ઓછી થઈ હતી. ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડ (IMF) પાસેના ભંડારમાં પણ નજીવો ઘટાડો નોંધાયો હતો. આમ છતાં માર્ચ ૨૦૨૬ની સરખામણીએ દેશનું વિદેશી હૂંડિયામણ હજુ પણ ૯૧,૦૪૭ કરોડ રૂપિયા (૯.૭૯ અબજ ડોલર) વધુ છે, જે દેશની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.(
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
