News of Saturday, 28th November 2026
ટિકુ તલસાણીયા અભિનિત ફિલ્મનુ જુનાગઢમાં ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન "ગિરિરાજ વિલા" ખાતે શૂટિંગ
જૂનાગઢમાં છેલ્લા બે દિવસ થી "સનાતન" પિકચર નું શૂટિંગ ભવનાથ વિસ્તારમા કરાયુ : નિવાસસ્થાનનું ધાર્મિક વાતાવરણ જોઈને પ્રભાવિત થયા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮જૂનાગઢ શહેર માં છેલ્લા બે દિવસ થી "સનાતન" પિકચર નું શૂટિંગ ચાલી રહ્યું છે બે દિવસ ભવનાથ વિસ્તાર માં શૂટિંગ કર્યા બાદ આજથી બે દિવસ ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન "ગિરિરાજ વિલા" ખાતે શૂટિંગ
થવાનું છે જેની શુભ શરૂઆત ખ્યાતનામ અભિનેતા ટિકુભાઈ તલસાણીયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
ખ્યાતનામ અભિનેતા ટિકુભાઈ તલસાણીયા ગીરીશભાઈ કોટેચાના નિવાસસ્થાનનું ધાર્મિક વાતાવરણ તથા જ્યાં સામે દત દાતાર બિરાજમાન છે તે જોઈ પ્રભાવિત થયા હતા અને ગિરીશભાઈ કોટેચાના જૂના સંબંધ ને યાદ કરી પિકચર માટે તમામ જરૂરી મદદ કરવા બદલ
ટિકુભાઈ તલસાણીયાએ ગિરીશભાઈ કોટેચાનો આભાર વ્યક્ત કર્યો હતો.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
