તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
તિરુપતિ બાલાજીને 121 કિલો સોનાના ઘરેણાંનું દાન: કોણ છે ઉદ્યોગપતિ વર્ધમાન જૈન અને કેવી રહી તેમની સફર?
આશરે 160 કરોડ રૂપિયાના દાન પાછળ કૃતજ્ઞતાનો ભાવ; એક્સેસ હેલ્થકેરના સહ-સ્થાપક અને સામાજિક સેવા સાથે જોડાયેલી ઓળખ

ચેન્નાઈ : ચેન્નાઈ સ્થિત ઉદ્યોગપતિ વર્ધમાન જૈને ભગવાન તિરુપતિ બાલાજીને આશરે 160 કરોડ રૂપિયાની કિંમતના 121 કિલો સોનાના ઘરેણાં દાનમાં આપ્યા છે, જે તેમણે પોતાની વ્યવસાયિક સફળતા પાછળ ઈશ્વરના આશીર્વાદ હોવાની શ્રદ્ધા અને કૃતજ્ઞતાના પ્રતીક રૂપે અર્પણ કર્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
વર્ધમાન જૈન ચેન્નાઈ સ્થિત એક્સેસ હેલ્થકેરના સહ-સ્થાપક અને વાઇસ ચેરમેન છે, જેમણે ચેન્નાઈની લોયોલા કોલેજમાંથી આંકડાશાસ્ત્રમાં સ્નાતક થયા બાદ અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી હતી.
કારકિર્દીની શરૂઆતમાં તેમણે ડેલ સર્વિસીસના બીપીઓ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસાય વિસ્તરણમાં ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ હેલ્થકેર અને બિઝનેસ ઓટોમેશન ક્ષેત્રે કાર્યરત એક્સેસ હેલ્થકેરની સ્થાપના કરી અને તેઓ એશિયા (ચેન્નાઈ) એન્જિનિયરિંગ કંપનીના ડિરેક્ટર પણ છે.
ધાર્મિક આસ્થાની સાથોસાથ વર્ધમાન જૈન સામાજિક સેવા ક્ષેત્રે પણ સક્રિય છે, જેમાં તેઓ ચેન્નાઈની કાંચી કામકોટી ચિલ્ડ્રન્સ ટ્રસ્ટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ગરીબ બાળકોની સારવાર માટે કાર્યરત છે.
આ ઉપરાંત શ્રી સરિતા જૈન ફાઉન્ડેશન ટ્રસ્ટ મારફતે તેઓ જરૂરિયાતમંદોને ભોજન, બાળકોના શિક્ષણ અને કટોકટીની તબીબી સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપી રહ્યા છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
