<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

બહેનપણીના પ્રેમ પ્રકરણમાં સગર્ભાને ઢસડીને પેટમાં પાટા માર્યા, ખુનની ધમકી

કોઠારીયા સોલવન્‍ટ નજીક હુશેની ચોક પાસેની ઘટના બહેનપણીને સાથે આવવાનું કહેતા પુર્વ પ્રેમી, તેની બહેન સહિત ત્રણ વાતચીત કરતા હોવાથી સગર્ભા સમજાવવા માટે જતા હુમલોઃ આજી ડેમ પોલીસ મથકમાં ગુનો

રાજકોટ, તા., ર૮: કોઠારીયા સોલવન્‍ટમાં હુશેની ચોક પાસે સગર્ભા પર તેની મહિલા મિત્રના પુર્વ પ્રેમી, તેની બહેન સહિત ત્રણે ઝઘડો કરી નખથી હાથમાં ઇજા કરી ઢસડી પેટમાં પાટુ મારી ધમકી આપ્‍યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે કોઠારીયામાં સીતારામ સોસાયટીમાં રહેતા દિશાબેન કૃણાલભાઇ બગથરીયા (ઉ.વ.૧૯)એ આજી ડેમ પોલીસ મથકમાં નિખીલ ચાવડા, તેની બહેન નિકીતા અને મધુ ગોહેલ નામની મહિલા સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું કે તે સગર્ભા છે. તેની સાથે અભ્‍યાસ કરતી મિત્ર સોનલના માતા-પિતા ન હોવાથી અને લગ્ન બાદ છુટાછેડા થતા તે તેની સાથે રહે છે. સોનલબેને અગાઉ નિખીલ ચાવડા સાથે પ્રેમસબંધ હતો.

ગઇ તા.ર૭ના સાંજે સોનલ મારા માસાના ઘરે કપડા લેવા જઉ છું, રાત્રે આઠેક વાગ્‍યે ઘરે આવીશ કહીને ગઇ હતી.આઠ વાગ્‍યે ઘરે ન આવતા તેણે કોલ કરતા સોનલે સોલવન્‍ટ ફાટક પાસે નાસ્‍તો પાર્સલ કરાવું છું, હમણા આવુ છું કહયું હતું.

થોડી વાર રાહ જોવા છતા તે ઘરે ન આવતા કોલ કરતા સ્‍વીચ ઓફ આવતો હતો જેથી તે પતિ સાથે તેને શોધવા જતા હુશેની ચોક નજીક પાવર ગેટ પાસે સોનલ અને ત્રણેય આરોપીઓ વાતચીત કરતા દેખાતા તે ત્‍યાં ગઇ હતી. જયાં જઇને સોનલબેનને શું થયું પુછતા તેણે આ નીખીલ મને તેની સાથે આવવા કહે છે મારે તેની સાથે જવુ નથી. તેમ વાત કરતા તેણે નીખીલને તારી સાથે રહેવા માંગતી નથી તેમ કહી સમજાવતા ત્રણેય આરોપીઓ ઉશ્‍કેરાઇ ગયા બાદ બોલાચાલી કરી મધુએ આ તમારી મેટર નથી તમે અહીથી ચાલ્‍યા જાઓ તેમ કહયું હતું. પરંતુ ન જતા નિકીતા તેનો હાથ પકડી ઢસડીને દુર લઇ ગઇ હતી આ સમયે તેનો નખ વાગી ગયો હતો. બીજી તરફ મધુ તને બહુ પાવર છે, તારો પાવર કાઢી નાખવો છે કહી પેટમાં પાટા મારતા તે નીચે પડી ગઇ હતી. તેણે ઉભા થઇ નીખીલને આ નિકિતા અને મધુ મારી સાથે મારામારી કરે છે તુ એને સમજાવી દે નહીતર હું કેસ કરીશ કહેતા નિખીલે પણ તારે જયા કેસ કરવો હોય ત્‍યાં કરી દે, બીજી વાર અમારી મેટરમાં પડતી નહી નહીતર તને હું જાનથી મારી નાખીશ કહી ધમકી આપી ગાળો આપતા તે પતિ અને સોનલ સાથે ત્‍યાંથી નિકળી ગયા બાદ હોસ્‍પીટલમાં સારવાર લીધી હતી.

(3:03 PM IST)