તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
DMK એ સીમાંકન બિલને સમર્થન જાહેર કર્યું
મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને જણાવ્યું કે, તેમની મુખ્ય માંગણીઓ નવા બિલમાં સમાવી લેવાતાં DMK એ સમર્થનનો નિર્ણય લીધો

નવી દિલ્હી, તા.૨૮: સંસદના વિશેષ સત્રના પ્રારંભ પહેલાં જ સીમાંકન બિલને લઈને એક અત્યંત મહત્ત્વના રાજકીય સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભારતની મુખ્ય પ્રાદેશિક પાર્ટી DMK એ સીમાંકન બિલને સત્તાવાર રીતે સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.
તમિલનાડુના મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિને જણાવ્યું હતું કે તેમની પાર્ટી આ બિલનું સમર્થન કરશે, કારણ કે તેમાં નિષ્પક્ષ સીમાંકન માટેની તેમની મુખ્ય માંગણીઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. એમ.કે. સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા આ સમર્થનની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે એપ્રિલ મહિનામાં DMK એ જ્યારે સીમાંકનનો વિરોધ કર્યો હતો ત્યારે બે મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. હવે જ્યારે કેન્દ્ર સરકારે આ બંને માંગણીઓ નવા બિલમાં લેખિત સ્વરૂપે શામેલ કરી લીધી છે, ત્યારે પાર્ટીએ સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
એમ.કે. સ્ટાલિને આ નિર્ણયને DMK ના ૨૦૨૪ ના સંઘર્ષની ઐતિહાસિક જીત ગણાવી છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે આ માત્ર DMK કે તમિલનાડુની જીત નથી, પરંતુ વસ્તી નિયંત્રણ કરનારા તમામ દક્ષિણ ભારતીય રાજ્યોના અધિકારો અને સંઘર્ષની જીત છે. DMK ના આ મહત્ત્વના નિર્ણય બાદ સંસદમાં સીમાંકન બિલ પસાર કરાવવા માટે કેન્દ્ર સરકાર અને NDA માટે રસ્તો ઘણો સરળ બની ગયો છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
